Western Times News

Gujarati News

જસદણમાં વીજળીના કડાકા ભડાકા સાથે ૧ કલાકમાં દોઢ ઇંચ ખાબકયો

Files Photo

રાજકોટ: રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જાેવા મળ્યો છે. જસદણમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડતા રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાયા છે. આકોટમાં બપોર બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અહીં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે. ગોંડલમાં પણ ધોધમાર વરસાદથી રસ્તા અને ખેતરો પાણી પાણી બની ગયા છે. જ્યારે રાજકોટમાં યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં અમીછાંટણા થયા હતા.

આટકોટમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. વાવણી પછી મેઘરાજાની પધરામણી ન થતા ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા હતા. મોંઘુ બિયારણ નિષ્ફળ જાય તેવી દહેશત હતી. આજે બપોર સુધી ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. પરંતુ બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઉપરાંત વીરનગર સહિતના આજુબાજુ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.

રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગોંડલમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ કોટડાસાંગાણીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ગોંડલના રામોદ, નાના માંડવા, ઇશ્વરીયા, મોટા માંડવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. જસદણમાં ભારે વરસાદથી ડીએસવીકે હાઇસ્કૂલ પાસે ગોઠણસમા પાણી ભરાયા હતા. તેમજ રસ્તા પર નદીની જેમ પાણી વહ્યા હતા. ભારે વરસાદથી ખારી નદીમાં પૂર આવતા લોકો જાેવા ઉમટ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.