જસલીન મથારુ ભોપાલના ડોક્ટર સાથે લગ્ન નહીં કરે
મુંબઈ, બિગ બોસ ૧૨ની કન્ટેસ્ટન્ટ અને એક્ટર-સિંગર જસલીન મથારુએ ભોપાલમાં રહેતા બોયફ્રેન્ડ ડાૅ. અભિનિત ગુપ્તા સાથેના લગ્ન રદ્દ કર્યા છે. જસલીનના ફેન્સ માટે આ આઘાતના સમાચાર છે. થોડા સમય પહેલા જ જસલીએ આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે ડાૅ. અભિનિત ગુપ્તાને મળીને ખૂબ ખુશ છે અને તે ૧૫ દિવસ ભોપાલમાં રોકાઈ પણ હતી. જસલીન ડાૅ. અભિનિતને સારી રીતે જાણવા માટે ભાઈ સાથે ભોપાલ ગઈ હતી. જસલીન અને અભિનિતની મુલાકાત ભજન સમ્રાટ અને જસલીનના ગુરુ અનુપ જલોટાએ કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે અભિનિત ગુપ્તા હજી પરિણીત છે અને તેનો ડિવોર્સ કેસ ચાલી રહ્યો છે. મળેલી માહિતી મુજબ, જસલીન ભોપાલમાં ડાૅ. અભિનિત ગુપ્તાને મળીને આવી પછી જ કંઈક વાંધો આવ્યો છે. હવે લાગી રહ્યું છે કે તેમણે લગ્ન કરવાનો વિચાર પડતો મૂક્યો છે.”
જસલીન સાથે આ મુદ્દે વાત કરવામાં આવી તો તેણે કહ્યું, “હા અમે લગ્ન નથી કરવાના. લગ્ન રદ્દ કરવા પાછળનું કારણ આપતાં જસલીને કહ્યું, “અમારી કુંડળી મળતી નથી અને મારા માતા-પિતા કુંડળીમાં ખૂબ વિશ્વાસ રાખે છે.
હું ક્યારેય પણ તેમના ઈચ્છા વિરુદ્ધ નહીં જાઉં. ખાસ કરીને લગ્ન તો તેમના આશીર્વાદ વિના નહીં જ કરું. હું તેમને કોઈપણ પ્રકારની ચિંતા કરાવવા માગતી નથી. બીજું એ કે મને અહેસાસ થયો છે કે અમારા સ્વભાવ પણ એકબીજાથી ખાસ્સા અલગ છે. તેના ડિવોર્સ પણ લાંબી પ્રક્રિયા છે એટલે બધા ચોકઠા ગોઠવાતા નહોતા. એવું કહી શકાય કે અમે એકબીજા માટે બન્યા જ નથી.SSS