જસલોક હૉસ્પિટલે મુંબઈમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી
દેશના ટોચના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. કે.આર. બાલકૃષ્ણન જસલોક માટેના કાર્યક્રમનું નેતૃત્વ કરશે
જસલોક હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટર, મુંબઈની એક અગ્રણી હૉસ્પિટલ, જેઓ પશ્ચિમ ભારતમાં કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટમાં પણ અગ્રણી છે – તેઓએ આજે મુંબઈમાં તેમના યુનિટમાં ‘હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ’ પ્રોગ્રામ અને વિભાગ શરૂ કરવાની જાહેરાત કરી છે.
આ પ્રતિષ્ઠિત કાર્યક્રમનું સુકાન અગ્રણી કાર્ડિયાક સર્જન ડૉ. કે. આર. બાલકૃષ્ણન દ્વારા સંભાળવામાં આવશે જે દેશમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એટલે કે હૃદય પ્રત્યારોપણના ક્ષેત્રમાં અગ્રણી છે. આ અનન્ય પ્રકારના સહયોગમાં, આ પ્રતિષ્ઠિત કાર્યક્રમને જીવંત બનાવવા માટે જસલોક હૉસ્પિટલ ચેન્નઈમાં એમજીએમ હૉસ્પિટલ સાથે ભાગીદારી કરશે. છેલ્લા પાંચ વર્ષમાં જાહેર રેકોર્ડ મુજબ, શહેરમાં 163 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જોવા મળ્યા છે.
આ પ્રસંગે જસલોક હૉસ્પિટલના સી.ઈ.ઓ. જિતેન્દ્ર હરિયાણે જણાવ્યું હતું કે, “અમારી ટ્રાન્સપ્લાન્ટ સેવાઓ અને પ્રસ્તાવમાં હૃદય પ્રત્યારોપણનો સમાવેશ કરીને અને તકોનુ વિસ્તરણ કરતા અમે રોમાંચની લાગણી અનુભવીએ છીએ, તેમજ ડૉ. કે. આર. બાલકૃષ્ણન દેશના જાણીતા કાર્ડિયાક સર્જન છે,
અને અમે અમારા મુંબઈ અને મોટા પશ્ચિમ પ્રદેશના દર્દીઓ માટે તેમની સેવાઓ અને કુશળતા ઉપલબ્ધ બનાવવા બદલ ખુશ છીએ. શહેરમાં થતા અંગદાનની સંખ્યામાં વધારો થવાથી ઘણા લોકોને જીવનના નવા અવતાર પ્રાપ્ત થતાં જોવું એ હૃદયને પ્રસન્ન કરનારું છે.”
આ કાર્યક્રમનું નેતૃત્વ ડૉ. કે. આર. બાલકૃષ્ણન કરશે, અને તેઓ જસલોક હૉસ્પિટલમાં પ્રતિષ્ઠિત કાર્ડિયાક સર્જનો અને કાર્ડિયોલોજિસ્ટ્સની ટીમ દ્વારા સહયોગ પ્રાપ્ત આવશે. આ કાર્યક્રમ ઉત્કૃષ્ટ ગુણવત્તા અને પરિણામ, વ્યાપક સહાયક સેવાઓ, સરળતાથી સુલભ સંભાળ,
ટ્રાન્સપ્લાન્ટ સર્જનો, ક્રિટિકલ કેર નિષ્ણાતો, ચેપી રોગોના કન્સલ્ટન્ટ્સ, ખાસ તાલીમ પામેલા સહાયક નર્સિંગ અને આઇસીયુ અને વોર્ડ્સ માટે અન્ય પેરામેડિકલ સ્ટાફ, સંપર્ક અધિકારીઓ, ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટરો, આઇસીયુમાં સમર્પિત પથારી, કાર્ડિયાક રિહેબ (પુનર્વસન) અને વિશિષ્ટ પોસ્ટ ઓપ કેર પ્રદાન કરશે.
ડૉ. કે. આર. બાલકૃષ્ણનને દેશમાં હૃદય પ્રત્યારોપણના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. કે.ઇ.એમ. હૉસ્પિટલ, યુનિવર્સિટી ઓફ બોમ્બે ખાતેના સ્નાતક, તેઓ સૌથી વધુ પુરસ્કૃત હેલ્થકેર પ્રેક્ટિશનરો પૈકી એક છે, જે અંતિમ તબક્કામાં હૃદયની નિષ્ફળતાનું વ્યવસ્થાપન, બાળકોમાં કાર્ડિયાક પ્રત્યારોપણ અને યકૃત અને હૃદય પ્રત્યારોપણના ક્ષેત્રે તેમના કામ માટે પ્રખ્યાત છે. 30 વર્ષથી વધુ સમયની કારકિર્દીમાં, તેમણે દેશમાં 329 થી વધુ પ્રત્યારોપણો સફળતાપૂર્વક કર્યા છે.
આ લોન્ચિંગ સમયે શુભમ અગ્રવાલના કેસનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 19 વર્ષીય ઉભરતા પાવર લિફ્ટર અને ફૂટબોલરને અતિ ઝડપી ધબકારા અને પરિશ્રમાત્મક શ્વાસની તકલીફનો સામનો કરવો પડ્યો હતો; તેઓ 22 ડિસેમ્બરના રોજ વહેલી સવારે હૃદય પ્રત્યારોપણની પ્રક્રિયામાંથી પસાર થયા હતા.
પશ્ચિમ ભારતમાં આ પ્રથમ વખત બન્યું હતું કે એક કામચલાઉ બાઇવેડને સફળતાપૂર્વક હૃદય પ્રત્યારોપણ મળ્યું હતું. આ હેમંત પઠારે અને ડૉ. ગણપતિ, કન્સલ્ટન્ટ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
એમજીએમ હેલ્થકેરના સી.ઇ.ઓ. હરીશ મનિયને જણાવ્યું હતું કે, “એમજીએમ હેલ્થકેર ચેન્નઈ ડૉ. કે. આર. બાલકૃષ્ણન અને તેમની ટીમના નેતૃત્વ હેઠળ હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ (હૃદય અને યકૃત પ્રત્યારોપણ) સેવા પૂરી પાડવા માટે જસલોક હૉસ્પિટલ મુંબઈ સાથે જોડાઈને ખૂબ જ ખુશ છે.
જસલોક સાથેનું જોડાણ વ્યૂહાત્મક પ્રકૃતિનું છે, જે એમજીએમ હેલ્થકેર ચેન્નઈના નિષ્ણાતોની ટીમ તરફથી જ્ઞાન વહેંચણી અને સાઇટ પર ટ્રાન્સપ્લાન્ટ સપોર્ટમાં સહાયતા કરશે. ડૉ. કે. આર. બાલકૃષ્ણન અને ટીમ પાસે દર્દીઓનું મૂલ્યાંકન કરવા માટે એક સમર્પિત હાર્ટ ફેલ્યોર ક્લિનિક હશે. આ સંગઠન જસલોક હૉસ્પિટલ સાથેના અમારા સંબંધોને પણ મજબૂત બનાવે છે અને પશ્ચિમ ભારતમાં અમારા દર્દીઓની વધુ નજીક જવાની અમારી પ્રતિબદ્ધતામાં વધારો કરે છે.”
તાજેતરના અંદાજ મુજબ, હૃદયરોગ એ ભારતીયોમાં મૃત્યુદર અને ચુપકેથી ફેલાતા રોગચાળાનું પ્રથમ ક્રમનું કારણ છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના ડેટા સૂચવે છે કે શહેરમાં દરરોજ લગભગ 90 લોકો હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ પામે છે. આ કાર્યક્રમમાં તમામ વક્તાઓએ કોઈપણ પ્રત્યારોપણના કાર્યક્રમને સફળ બનાવવા માટે અંગદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો અને લોકોને તેમના અંગોનું દાન કરવા અપીલ કરી હતી.
આ લોન્ચિંગ ઇવેન્ટની અધ્યક્ષતામાં ડૉ. એસ. કે. માથુર – ઝેડટીસીસી પ્રમુખ, ડૉ. સુરેશ રાવ – કાર્ડિયોલોજિસ્ટ, એમજીએમ હૉસ્પિટલ ચેન્નઇ, ડૉ. એ. બી. મહેતા – ડિરેક્ટર કાર્ડિયોલોજી, ડૉ. હેમંત પઠારે – જસલોક હોસ્પિટલમાં હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટના એડિશનલ ડિરેક્ટર અને જસલોક હૉસ્પિટલની ટીમના અન્ય લોકો સાથે હતા.