જહાંગીપુરીમાં થયેલી હિંસામાં માત્ર મુસ્લિમોની ધરપકડ કેમ? ઓવૈસીએ ઉઠાવ્યો સવાલ
નવીદિલ્હી, દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના દિવસે થયેલી હિંસાનો મામલો વેગ પકડી રહ્યો છે. આ મામલે હવે એઆઇએમઆઇએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આ મામલે પોલીસની કાર્યવાહી પર સવાલો ઉભા કર્યા છે. અત્યાર સુધીની તપાસમાં પોલીસે ૨૦ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓમાં ૨ સગીર પણ સામેલ છે.
ઓવૈસીએ કહ્યું કે, જ્યાર્થી અમિત શાહ ગૃહ મંત્રી બન્યા છે, દિલ્હીમાં તશદ્દુદના બનાવો સામાન્ય બની ગયા છે. શું આ તમંચા-ધારીયા પર આર્મ્સ એક્ટ નહીં લાગે તેમણે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રીની કાયરતા છે કે તેઓ દોષિઓના નામ લઈ શકતા નથી.
ઝુલૂસમાં બંદુક અને તમંચા લઇને ફરતા લોકો સામે તેમનું મોં ખુલ્લી રહ્યું નથી. મસ્જિદોને નાપાક કરવાનો પ્રયાસ કરી રહેલા ટોળાની કોઈ નિંદા નથી. પ્રેમ મોહબ્બતની વાત ત્યારે જ સારી લાગે છે જ્યાં ઇન્સાફ હોય, ઇન્સાફ વગર ભાઈચારો શક્ય નથી.
જહાંગીરપુરી હિંસા મામલે પોલીસે મુખ્ય આરોપીઓને રોહિણી કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે અંસાર અને અસલમને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. વકીલ વિકાસ વર્માએ જણાવ્યું કે, અન્યઆ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું કે, ૧૫ એપ્રિલના અંસાર અને અસલમને જાણકારી મળી હતી કે એક યાત્રા નિકળવાની છે અને આ લોકોએ ષડયંત્ર રચ્યું હતું. પોલીસે કોર્ટમાં કહ્યું કે, ઘટનાની તપાસ માટે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.HS