જહાંગીરપુરી હિંસાનો મુખ્ય આરોપી અંસાર ભાજપનો નેતા છે: આપ
નવીદિલ્હી, દિલ્હી ભાજપના નેતાઓએ જહાંગીરપુરી હિંસાના આરોપી મોહમ્મદ અંસાર અને આમ આદમી પાર્ટી વચ્ચે જાેડાણનો દાવો કર્યાના એક દિવસ પછી આપએ પલટવાર કર્યો છે. આપ ધારાસભ્ય આતિશીએ ટિ્વટર પર તસવીરો શેર કરીને દાવો કર્યો છે કે આરોપી ભગવા પાર્ટીના નેતાઓ સાથે જાેવા મળ્યો છે. આતિશીએ દાવો કર્યો કે, “જહાંગીરપુરી રમખાણોનો મુખ્ય આરોપી અંસાર બીજેપીનો નેતા છે.
આતિશીએ ટિ્વટ કર્યું કે, ‘જહાંગીરપુરી રમખાણોનો મુખ્ય આરોપી અંસાર બીજેપીનો નેતા છે. તેમણે ભાજપના ઉમેદવાર સંગીતા બજાજને ચૂંટણી લડાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ભાજપમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આતિશીએ આગળ લખ્યું, આનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપે રમખાણો કરાવ્યા છે. આતિશીએ તેના ઓફિશિયલ ટિ્વટર હેન્ડલ પરથી કેટલીક તસવીરો પણ શેર કરી છે.
આ તસવીરોમાં જહાંગીરપુરી હિંસાના મુખ્ય આરોપી અંસાર ભાજપના નેતાઓ સાથે મંચ પર જાેવા મળે છે. એક તસવીરમાં અંસાર લોકોને હાથ બતાવતો પણ જાેઈ શકાય છે.
આ પહેલા આતિશીએ જહાંગીરપુરીમાં થયેલી હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું. ધારાસભ્ય આતિશીએ કહ્યું કે ભાજપ દિલ્હીના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ બે દિવસ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કરનારા લફંગાઓને સન્માનિત કરીને દેશભરમાં સંદેશ આપ્યો છે કે તેઓ ગુંડાઓ અને લફંગાઓની સાથે છે. તેમણે કહ્યું કે, જાે જહાંગીરપુરી હિંસા કેસની પણ તપાસ કરવામાં આવશે તો ખબર પડશે કે તોફાનીઓ ભાજપના છે.
આતિશીએ કહ્યું કે ભાજપ તોફાનો કરાવે છે.અમારા નેતાઓએ પણ સરઘસ કાઢ્યું હતું, સમગ્ર વાતાવરણ શાંતિપૂર્ણ હતું. સુંદરકાંડના આયોજનમાં મુખ્યમંત્રીએ પોતે ભાગ લીધો, કોઈ વાંધો ન હતો, પરંતુ જ્યારે ભાજપ શોભા યાત્રા કાઢે છે ત્યારે તેના લોકો સામેલ થાય છે તો રમખાણો થાય છે.
સોમવારે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં દિલ્હી બીજેપીના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે અંસારને પાર્ટીમાંથી હાંકી કાઢવા કહ્યું હતું.
દિલ્હી પોલીસે જહાંગીરપુરી હિંસા અંગેનો પ્રાથમિક રિપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલી આપ્યો છે. તે જ સમયે જહાંગીરપુરીમાં હિંસા પ્રભાવિત વિસ્તાર કડક સુરક્ષા હેઠળ છે. બેરિકેડિંગ અને અર્ધલશ્કરી દળોની સાથે પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તપાસ માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે.HS