જહાંગીરપુરી હિંસા પાછળ રોહિંગ્યાનો હાથઃ ભાજપ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/BJP-MP.jpg)
ઘટનામાં ગેરકાયદેસર પ્રવાસીઓ રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓની ભૂમિકાની તપાસ પર માગણી કરી છે
નવી દિલ્હી, દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના અવસરે કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન ખુબ બબાલ થઈ. દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ શોભાયાત્રામાં લોકો પર પથ્થરમારો, આગચંપી અને ફાયરિંગની વાત સામે આવી છે. ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે છે અને હાલ સ્થિતિ કાબૂમાં છે.
આ બધા વચ્ચે હિંસામાં ઘાયલ થયેલા દિલ્હી પોલીસના એસઆઈએ જણાવ્યું કે આખરે તે સમયે શું ઘટનાક્રમ ઘટ્યો હતો. બીજી બાજુ ભાજપની દિલ્હી યુનિટના નેતાઓએ જુલુસ દરમિયાન થયેલા ઘર્ષણને ષડયંત્ર ગણાવ્યું છે અને ઘટનામાં ગેરકાયદેસર પ્રવાસીઓ રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓની ભૂમિકાની તપાસ પર માગણી કરી છે.
ભાજપ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા અને પાર્ટી સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે જુલુસ પર હુમલો એ અચાનક ઘટેલી ઘટના નથી પરંતુ ષડયંત્ર હતું. ભાજપના નેતા કપિલ શર્માએ પણ આરોપ લગાવ્યો કે જુલુસ પર પથ્થરમારો એક આતંકવાદી હુમલો હતો. તેમણે દેશમાંથી ગેરકાયદેસર પ્રવાસીઓને તત્કાળ બહાર કાઢી મૂકવાની માગણી કરી.
આદેશ ગુપ્તાએ કહ્યું કે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રીને મળશે અને તેમની પાસે હિંસાની તપાસના આદેશ આપવાની માગણી કરશે. તેમણે એવો પણ સવાલ કર્યો કે દિલ્હીમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓની વસ્તીને પાણી અને વીજળી કનેક્શન કેવી રીતે અપાયા?
તેમણે એક વીડિયો સંદેશમાં કહ્યું કે હું મુખ્યમંત્રી કેજરીવાલને પૂછવા માંગુ છું કે તેઓ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓને પાણી અને વીજળી કેમ ઉપલબ્ધ કરાવે છે? ભાજપના નેતા કપિલ મિશ્રાએ એમ પણ કહ્યું કે ગેરકાયદેસર પ્રવાસીઓના દસ્તાવેજાેની તપાસ થવી જાેઈએ અને તેમને તરત કાઢી મૂકવા જાેઈએ.
હનુમાન જયંતી જુલુસ પર હુમલો એક સંયોગ નહીં પરંતુ પ્રયોગ હતો. આ એક આતંકવાદી હુમલો હતો. બાંગ્લાદેશી ઘૂસણખોરોની વસ્તીઓ હવે હુમલામાં સામેલ છે.