Western Times News

Gujarati News

જહાંગીરપુરી હિંસા મામલે મુખ્ય ષડયંત્રકાર સહિત ૨૧ની ધરપકડ

નવી દિલ્હી, દિલ્હીમાં હનુમાન જયંતીના અવસરે થયેલી હિંસા મામલે રોહિણી કોર્ટે મુખ્ય આરોપી અંસાર અને અસલમને સોમવાર સુધી કસ્ટડીમાં મોકલ્યા છે. આ ઉપરાંત અન્ય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.

અત્રે જણાવવાનું કે હિંસા બાદથી જ પોલીસ એકદમ એક્શન મોડમાં છે. આ મામલે પોલીસે તપાસ પણ તેજ કરી છે. દિલ્હી પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે અને તે આધાર પર અન્ય આરોપીઓની ઓળખ થઈ રહી છે. આ સાથે જ દિલ્હી પોલીસ હિંસાવાળી જગ્યાએથી પુરાવા ભેગા કરી રહી છે.

કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું કે ૧૫ તારીખે જ અંસાર અને અસલમને ખબર પડી ગઈ હતી કે એક શોભાયાત્રા નિકળવાની છે. ત્યારબાદ આ લોકોએ ષડયંત્ર રચ્યું હતું.

જહાંગીરપુરી હિંસા મામલે દિલ્હી પોલીસે તેજ કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં કુલ ૨૧ આરોપીઓને પકડ્યા છે. જ્યારે ૨ સગીરો પણ પકડાયા છે. પોલીસે અત્યાર સુધીમાં આરોપીઓ પાસેથી ૩ પિસ્તોલ અને ૫ તલવારો જપ્ત કરી છે.

જહાંગીરપુરી હિંસાનો કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરાયો છે. ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર રવિન્દર યાદવ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ કેસમાં ડિસ્ટ્રિક્ટ પોલીસ ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં સહયોગ કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.