જહાન્વી કપુર દોસ્તાના-૨ના શુટીંગમાં વ્યસ્ત
મુંબઈ, અભિનેત્રી જ્હાન્વી કપૂરે બોલીવૂડમાં પોતાની ઓળખ ઉભી કરી લીધી છે. સ્ટાર કિડ્સમાં તેની ગણના સોથી સ્ટાઇલિશમાં થાય છે. જ્હાન્વી પોતાના વર્કઆઉટ લૂકથી લઇને રેડ કાર્પેટ લૂક એમ દરેક જગ્યાએ ચાહકો, ફોલોઅર્સને હેરાન કરી દે છે. બોલીવૂડમાં એન્ટ્રી પછી તેણે પોતાની ફેશન સેન્સથી પણ લોકોનું સતત ધ્યાન ખેંચ્યું છે. જ્હાન્વીની તાજેતરમાં સાડીમાં તસ્વીરો વાયરલ થઇ હતી. આ ધડક ગર્લનો ટ્રડિશનલ લૂક ખરેખર આકર્ષક રહ્યો હતો. તેણે સાડીને એમ્બ્રોડરી બ્લાઉઝ સાથે મેચ કરી હતી. ખુલ્લા વાળમાં તે વધુ સુંદર દેખાઇ રહી હતી. અભિનેત્રીએ કેમેરા સામે કાતિલ અંદાજ સાથે પોઝ આપ્યા છે. તેના ચાહકો સતત તેની આ તસ્વીરોને પસંદ કરી રહ્યા છે. જ્હાન્વી હાલમાં કાર્તિક આર્યન અને લક્ષ્ય સાથે દોસ્તાના-૨ના કામમાં વ્યસ્ત છે. આ ઉપરાંત ગુંજન સકસેનાઃ ધ કારગિલ ગર્લ તેમજ કરણ જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્ત તથા રાજકુમાર રાવ સાથે રૂહી અફઝામાં જોવા મળશે.