જાંબુઘોડામાં છ કલાકમાં ૬ ઈંચ, બોડેલીમાં ૫ ઈંચ વરસાદ
અમદાવાદ, ગુજરાતમાં મેઘરાજાની આ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરુ થઈ છે, જેમાં આ વખતે રાજ્યના મધ્યભાગમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે. જેમાં છોટા ઉદેપુર, પંચમહાલ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે.
સવારના ૬ વાગ્યાથી બપોરના ૧૨ સુધીમાં એટલે કે ૬ કલાકમાં સૌથી વધારે પંચમહાલના જાંબુઘોડામાં ૫.૯ ઈંચ વરસાદ થયો છે. અમદાવાદમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો અને તોફાની ઝાપટું પડ્યું હતું. ૬ કલાકમાં છોટા ઉદેપુરના બોડેલીમાં ૪.૯ અને જેતુપર પાવીમાં ૪.૩ ઈંચ વરસાદ થયો છે. આ સિવાય જૂનાગઢના વેળાવદરમાં ૨.૭ ઈંચ, ભરુચના વલ્લામાં ૨.૬ ઈંચ, નર્મદાના ડેડિયાપાળામાં ૨.૫ ઈંચ અને છોટા ઉદેપુરના ક્વાન્ટમાં ૨.૪ ઈંચ વરસાદ થયો છે.
આ સિવાય વડોદરા, ખેડા, સુરત, આણંદ, ભરુચ, દાહોદ, વલસાડ, જૂનાગઢ અને નર્મદામાં પણ વરસાદ નોંધાયો છે. અહીં પણ આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની અને પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો આજે સવાર સુધીમાં ૨૪ કલાકમાં શહેરમાં ૧૯.૮દ્બદ્બ વરસાદ થયો હતો. જિલ્લામાં સૌથી વધારે સાણંદમાં ૫૬ ઈંચ અને બાવળામાં ૧૭ ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આજે વીજળીના કડાકા સાથે પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં ભારેથી અતિભાવે વરસાદ થવાનો છે. જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરુચ, સુરત અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદ થવાનો છે.
જ્યારે રાજ્યના સૌરાષ્ટ્ર સહિતના અન્ય ભાગોમાં હળવો વરસાદ થશે. ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરના રોજ રાજ્યના પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા નર્મદા, તથા છોટા ઉદેપુરમાં ભારે વરસાદ થવાની આગાહી છે. જ્યારે પાંચમા દિવસે પણ વડોદરા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી અને દમણમાં ભારે વરસાદ થવાની આગાહી છે.SSS