જાડેજાના અણનમ ૧૭૫ રન સાથે ભારતનો દબદબો
મોહાલી, મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બીજા દિવસની રમતના અંત સુધી યજમાન શ્રીલંકાએ ૪ વિકેટ ગુમાવીને ૧૦૮ રન બનાવી લીધા છે. જાે કે, પ્રથમ દાવના આધારે આ ટીમ હજુ પણ ભારતથી ૪૬૬ રન પાછળ છે. શ્રીલંકા તરફથી પથુમ નિસાંકા ૨૬ અને અસલંકા ૧ રન બનાવીને ક્રિઝ પર હાજર છે.
આ પહેલા ભારતે ૮ વિકેટે ૫૭૪ રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ટીમ ઈન્ડિયાને આ વિશાળ સ્કોર સુધી લઈ જવામાં જાડેજાના અણનમ ૧૭૫ રનનો મોટો ફાળો હતો, જ્યારે આર અશ્વિન, ઋષભ પંત અને હનુમા વિહારીએ અડધી સદી ફટકારી હતી.
શ્રીલંકાને પહેલો ફટકો થિરિમાનેના રૂપમાં લાગ્યો હતો, જે૧૭ રને અશ્વિનની બોલિંગમાં લેગ બિફોર આઉટ થયા હતા. શ્રીલંકાને બીજાે ઝટકો જાડેજાએ આપ્યો હતો અને તેણે કેપ્ટન થિરિમાનેને ૨૮ રનના સ્કોર પર પેવેલિયન મોકલી દીધો હતો.
શ્રીલંકાએ ત્રીજી વિકેટ ના રૂપે એન્જેલો મેથ્યુસ ગુમાવ્યો હતો અને તે ૨૨ રન બનાવીને બુમરાહ દ્વારા આઉટ થયો હતો. અશ્વિને ડી સિલ્વાને પોતાનો બીજાે શિકાર બનાવી શ્રીલંકાને ચોથો ઝટકો આપ્યો હતો. ડી સિલ્વાએ પ્રથમ દાવમાં માત્ર એક રન બનાવ્યો હતો.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને મયંક અગ્રવાલએ ભારતને સારી શરૂઆત અપાવી હતી અને બંનેએ પ્રથમ વિકેટ માટે ૫૨ રનની ભાગીદારી કરી હતી. જાેકે, આ ભાગીદારીને લાહિરુ કુમારાએ ૨૯ રન પર રોહિત શર્માને આઉટ કરીને તોડી હતી. ટીમ ઈન્ડિયાએ તેની બીજી વિકેટ મયંક અગ્રવાલના રૂપમાં ગુમાવી, જે ૩૩ રનના સ્કોર પર લસિથ એમ્બુલ્ડેનિયાના હાથે લેગ બિફોર આઉટ થયો હતો.
વિરાટ કોહલીએ તેની ૧૦૦મી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ૪૫ રન બનાવ્યા અને એમ્બુલડેનિયા દ્વારા બોલ્ડ થયો. હનુમા વિહારીએ ૫૮ રનની ઇનિંગ રમી હતી અને તેને વિશ્વા ફર્નાન્ડોએ આઉટ કર્યો હતો. ભારતની ૫મી વિકેટ શ્રેયસ અય્યરના રૂપમાં પડી, જે ૨૭ રન બનાવીને ડી સિલ્વા દ્વારા આઉટ થયો હતો.
ઋષભ પંતે ૯૬ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી અને માત્ર ૪ રનથી તેની પાંચમી ટેસ્ટ સદી ચૂકી ગયો. સુરંગા લકમલની બોલ પર રિષભ પંતની ઇનિંગ્સનો અંત આવ્યો અને તે પંતના હાથે બોલ્ડ થયો. ભારતને ૭મો ફટકો અશ્વિનના રૂપમાં લાગ્યો હતો. તેણે ૬૧ રનની ઇનિંગ રમી હતી, તે ડિકવેલાના હાથે લકમલના હાથે કેચ આઉટ થયો હતો. ભારતને ૮મો ફટકો જયંત યાદવના રૂપમાં લાગ્યો હતો.
જયંતને વિશ્વા ફર્નાન્ડોએ થિરિમાનેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ અણનમ ૧૭૫ રન બનાવ્યા હતા જ્યારે મોહ. શમીએ અણનમ ૨૦ રનની ઇનિંગ રમી હતી.SSS