જાડેજાની બેટિંગ જોઈને ધોનીની પત્ની સાક્ષી ખુશ થઈ
દુબઈ: ચેન્નાઈ સુપર કિંગ્સે ગુરુવારે રમાયેલી ટી-૨૦ લીગની મેચમાં કલકત્તા નાઈટ રાઈડર્સને ૬ વિકેટથી હરાવી દીધુ હતુ. આમ આ સાથે જ ચેન્નાઈએ કલકત્તાની પ્લેઓફની દોડને મુશ્કેલ બનાવી દીધી હતી. ચેન્નાઈની ટીમ આમ પણ પહેલાથી પ્લેઓફની રેસની બહાર થઈ ગઈ છે. પરંતુ ધોની એન્ડ કંપની દ્વારા મળેલી હાર પછી કલકત્તા ૧૩ મેચમાં ૧૨ પોઈન્ટ ધરાવે છે.
રવિન્દ્રસિંહ જાડેજાએ ફીનિશરની ભૂમિકા જબરદસ્ત રીતે નિભાવી હતી.
જો કલકત્તાની ટીમ સિઝનની ગૃપ સ્ટેજની તેની અંંતિમ મેચ જીતી લે છે તો તેણે બીજી ટીમના દેખાવને પણ ધ્યાને રાખવો પડશે. કલકત્તા સામે ભલે મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના બેટથી કોઈ જાદુના દર્શાવ્યો હોય, પરંતુ રવિન્દ્રસિંહ જાડેજાએ ફીનિશરની ભૂમિકા જબરદસ્ત રીતે નિભાવી હતી. જાડેજાના પ્રદર્શનને જોઈને ધોનીની પત્નિ સાક્ષીએ પણ પ્રતિક્રિયા આપી હતી.
રવિન્દ્ર જાડેજાએ અંતિમ બોલમાં છગ્ગો લગાવીને ટીમને જીત અપાવી હતી.
આ મેચ અંતમાં રોમાંચક બની ચુકી હતી. મેચમાં શરુઆતમાં ધોનીએ ટોસ જીતીને પહેલા બોલીંગ કરવા માટેનો ર્નિણય કર્યો હતો. કલકત્તાએ ૫ વિકેટ પર ૧૭૨ રનનો સ્કોર ખડક્યો હતો. જેમાં ઓપનર નિતિશ રાણાએ સર્વાધીક ૮૭ રન બનાવ્યા હતા. આ રમતમાં તેઓએ ૬૧ બોલમાં જ ૧૦ ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવ્યા હતા. જવાબમાં ચેન્નાઇએ ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય પાર પાડ્યુ હતુ. જોકે ચેન્નાઈ માટે રવિન્દ્ર જાડેજાએ અંતિમ બોલમાં છગ્ગો લગાવીને ટીમને જીત અપાવી હતી.
જાડેજાએ ૧૧ બોલમાં જ અણનમ ૩૧ રનની ધુંઆધાર રમત રમી હતી.
જાડેજાએ ૧૧ બોલમાં જ અણનમ ૩૧ રનની ધુંઆધાર રમત રમી હતી. રવિન્દ્રસિંહ જાડેજાની આ રમત બાદ ધોનીની પત્ની સાક્ષીએ પોતાના ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી અપલોડ કરી છે,
જેમાં જાડેજાનો ફોટો સાથે પ્રતિક્રિયા પણ લખી છે. સાક્ષીએ ફોટો કેપ્શનમાં પ્રતિક્રિયા લખતા લખ્યુ છે, બાપ રે બાપ. ચેન્નાઈ સુપર કિંગ્સને જીત માટે અંતિમ બે ઓવરમાં ૩૦ રનની જરુર હતી. ૧૯મી ઓવરમાં જાડેજાએ બે ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. લોકી ફરગ્યુશનની આ ઓવરમાં ૨૦ રન આવ્યા હતા.
અંતિમ ૧૨ બોલમાં તમારી પાસે વિચારવા માટે કંઇ જ વધારે હોતુ નથી
આ પછી અંતિમ ઓવરમાં ટીમને જીત માટે ૧૦ રનની જરુર હતી. શરુઆતમાં ચાર બોલ પર માત્ર ત્રણ રન બની શક્યા હતા. પરંતુ આગળના બંને બોલ પર સળંગ બે છગ્ગા જાડેજાએ લગાવીને ટીમને રોમાંચભરી જીત અપાવી હતી. મેચ બાદ જાડેજાએ કહ્યુ હતુ કે, હું નેટ પર બોલને સારી રીતે હીટ કરી રહ્યો હતો. મેચમાં પણ હું તે જ કરવા માટે ઈચ્છતો હતો. અંતિમ ૧૨ બોલમાં તમારી પાસે વિચારવા માટે કંઇ જ વધારે હોતુ નથી, બોલને જુઓ અને મારો. હું જાણતો હતો કે મને મારી પહોંચ પ્રમાણે બોલ મળશે તો હું છગ્ગો લગાવી શકીશ.