જાડેજા, ગિલ, ઈશાંત, અક્ષરને ઈજા, પ્રવાસમાં નહીં જોડાઈ શકે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/India-3.jpg)
નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાના સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા જ ટીમ મેનેજમેન્ટનુ ટેન્શન વધી ગયુ છે.કારણકે ટીમ ઈન્ડિયાના ચાર ક્રિકેટરો ઈજાગ્રસ્ત થયા છે.તેઓ સાઉથ આફ્રિકા પ્રવાસમાં જાેડાઈ શકે તેવી શક્યતા ઓછી છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલમાં કહેવાયુ છે કે, રવિન્દ્ર જાડેજા, શુભમન ગિલ, ઈશાંત શર્મા અને અક્ષર પટેલ ઈજાના કારણે આ ટુરમાંથી બહાર થઈ શકે છે.એવુ મનાય છે કે, આજે ટીમનુ એલાન થશે ત્યારે આ ખેલાડીઓના નામ ટીમમાં નહીં હોય.
જાડેજા ન્યૂઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટમાં ઈ જાગ્રસ્ત થયો હતો.જેના પગલે તે મુંબઈ ટેસ્ટ પણ રમી શક્યો નહોતો.શુભમન ગિલને મુંબઈ ટેસ્ટમાં ફિલ્ડિંગ કરતી વખેત ઈજા થઈ હતી અને ઈશાંત શર્મા પણ ઈજાના કારણે મેચ રમી શક્યો નહોતો.
જાે આ ચાર ખેલાડીઓ ટીમમાં નહીં જાેડાઈ શકે તો ભારતનુ ટેન્શન વધશે.કારણકે ભારતે કોરોનાને ધ્યાનમાં રાખીને રિપ્લેસમેન્ટ કરી શકાય તે માટે ૨૦ ખેલાડીઓને સામેલ કરવાના છે.
આજે ટીમનુ એલાન અજિંક્ય રહાણે અને પૂજારા માટે પણ મહત્વનુ છે.ખરાબ ફોર્મના કારણે તેમને પડતા મુકાય છે કે, પસંદગીકારો ફરી તેમના પર ભરોસો મુકશે તે જાેવાનુ રહે છે.SSS