જાણીતા ગીતકાર રાહત ઇન્દોરી કોરોના પોઝિટિવ
કોવિડના પ્રારંભિક લક્ષણ દેખાતા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે: રાહત ઈન્દોરી
ઇન્દોર, દેશના જાણીતા શાયર અને ગીતકાર ડાૅ. રાહત ઇન્દોરી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. ઇન્દોરમાં કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થયા બાદ હાૅસ્પિટલમાં સારવાર માટે તેમને દાખલ કરવામાં આવ્યા છે. રાહત ઇન્દોરીએ ટિ્વટ કરીને પોતે સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી છે. રાહત ઇન્દોરીએ ટિ્વટ કરીને લખ્યું કે, કોવિડના પ્રારંભિક લક્ષણ દેખાતા મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓરબિન્દો હાૅસ્પિટલમાં દાખલ છું, દુઆ કરજો કે જલ્દીથી આ બીમારીને હરાવી દઉં. એક વધુ અરજ છે, મને કે ઘરના લોકોને ફોન ન કરો. મારી તબિયતના સમાચાર ટિ્વટર અને ફેસબુક પર આપને મળતા રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ, રાહત ઇન્દોરીના દીકરા સતલજને પહેલા મામલાની પુષ્ટિ કરી.
ત્યારબાદ રાહત ઇન્દોરીએ જાતે જ પોતાના ઓફિશિયલ ટિ્વટર હેન્ડલથી ટિ્વટ કરી કોરોના સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી. ઇન્દોરની કોવિડ સ્પેશલ હાૅસ્પિટલ અરબિન્દોમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, સતલજે કહ્યું કે હાલમાં ખતરાની કોઈ વાત નથી. રાહત ઇન્દોરી સ્વસ્થ છે.નોંધનીય છે કે, રાહત ઇન્દોરી જાણીતા શાયર હોવાની સાથોસાથ સારા ગીતકાર પણ છે. તેઓએ બોલિવૂડ માટે પણ અનેક લોકપ્રિય ગીતો લખ્યો છે. ડાૅ. રાહત ઇન્દોરની હાલમાં ઉંમર ૭૦ વર્ષની છે. તેઓ સામાજિક તથા રાજકીય મુદ્દાઓ પર પોતાનો બેબાક મત આપવા માટે પણ જાણીતા છે. તેમને ડાૅક્ટરોની સલાહ પર હાૅસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.SSS
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf