જાણીતી બ્રાંડના પિત્ઝાની માંગમાં વધારો ‘ટેક અવે’ ગ્રાહકો ૩૦ થી ૪૦ ટકાએ પહોંચ્યાનો દાવો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/pizz--scaled.jpg)
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પિત્ઝા ખાઓ, ખુદ જાન જાઓ’ કોરોનાના સંક્રમણની વચ્ચે પણ લોકો તેમના ફેવરીટ પીત્ઝાને ભૂલ્યા નથી. રેસ્ટોરન્ટમાં બેસીને ખાવા ન દેતો કંઈ નહીં. ઘરે લઈને પણ ખાવાની મજા કઈ ઓર છે. અમદાવાદમાં પિત્ઝાના સેન્ટરો પરથી નાગરીકો ‘ટેક અવે’ એટલે કે પેકીંગમાં પિત્ઝા લઈને આરામથી ટેન્શન છોડીને ખાય છે. જાણીતી બ્રાંડના પિત્ઝા સેન્ટરો પર તો કોરોનાકાળમાં ધરાકોને આકર્ષવા અવનવી સ્કીમ અમલમાં મુકવામાં આવી રહી છે.
સ્વાભાવિક છે કે કોરોનાને કારણે લોકો બહાર ખાવા-પીવાનુ ટાળી રહયા છે. જાે કે એક વર્ગ એવો પણ છે કે જે બિદાંસ્તપણે બહારનું ખાવામાં ગભરાતો નથી. અરે!! એવી પણ આઈટમો જાેવા મળશે કે જે એવું કહેશે કે કોરોના-બોરોેરના છે જ નહીં. મતલબ એ કે જેને બહારનું ખાવુ છે તે અટકવાનો જ નથી. હોટલ-રેસ્ટોરન્ટ કે બહારના પિત્ઝા-વડાપાંઉ-ભજીયા કે અન્ય ચીજવસ્તુઓ ખાવાના શોખીનો હોવાથી ખાણીપીણીના બજારને ધમધમતું થવામાં વાર નહીં લાગે.
એક જાણીતી પિત્ઝાની બ્રાંડના અગ્રીણના જણાવ્યાનુસાર પિત્ઝાના મામલે લગભગ ૩૦ થી ૪૦ ટકાની આસપાસ ધરાકી ખુલી ગઈ છે. કોરોના પહેલા લોકો પીત્ઝા સેન્ટરમાં બેસીને પિત્ઝાની અલગ અલગ ફલેવરનો સ્વાદ માણતા હતા. પરંતુ હવે પેકીંગમાં લઈ જાય છે. પિત્ઝાની બાબતમાં નાગરીકો સમાધાન કરતા નથી. વળી, કોરોનાને જાેતા રાજ્ય કેન્દ્ર સરકાર તરફથી જે ગાઈડલાઈન જાહેર કરાઈ છે તેનું પૂર્ણપણે પાલન કરાય છે. તેથી જ પિત્ઝાનું માર્કેટ ઝડપથી ખુલી રહ્યુ છે. જાણીતી બ્રાંડના પિત્ઝાની માંગ વધશે.
આગામી નજીકના દિવસોમાં તેની ટકાવારી વધશે. લોકડાઉન અનલોક-માં એક જ પ્રકારનું ખાવાનું ખાવાથી લોકો કંટાળ્યા છે. અને તેથી જ પોતાના ફેવરીટ પિત્ઝા તરફ વળ્યા છે.