જાણો કોણ છે ‘તારક મહેતા’ની બબીતાજીનો ક્રશ
સબ ટીવીનો સૌથી કાૅમેડી શાૅ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શાૅ લોકોનું ૧૨ વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શાૅની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શાૅના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જાેતા હોય છે. ચાર મહિનાથી શાૅની શૂટિંગ બંધ હતી.
ચાર મહિના બાદ ટેલિવિઝન દુનિયામાં ફરીથી શૂટિંગ અને શાૅઝના નવા એપિસોડ્સની વાપસી થઈ ગઈ છે. સબ ટીવી પર સૌનો લોકપ્રિય અને કાૅમેડી શાૅ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ ટીવી પર નવા એપિસોડ્સ સાથે જાેવા મળશે. ૨૨ જૂલાઈથી આ શાૅની શરૂઆત થઈ ગઈ છે. શાૅની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ છે.
ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ફૅમસ અભિનેત્રી મુનમુન દત્તા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શાૅમાં બબીતાજીના રોલે ખાસ ઓળખાણ બનાવી છે. આ શાૅ ટૂંક સમયમાં ૩૦૦૦ એપિસોડ્સ પૂર્ણ કરશે, જે કોરોના રોગચાળો હોવા છતાં શૂટિંગનું કામ ચાલી રહ્યું છે.
આમ તો મુનમુન દત્તા પર લાખો છોકરાઓ ફિદા છે અને ફૅન એની ફૅન ફાૅલોઈંગ પણ સૌથી વધારે છે, પરંતુ એના દિલમાં કોણ રાજ કરે છે, એ જાણવા માટે બધા ઉત્સુક છે. જાેકે આ સિક્રેટ પોતે મુનમુને ખોલ્યું છે અને પોતાના ક્રશ વિશે જાણકારી આપી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પોતાના ફૅમસ રોલ માટે મુનમુન દત્તા એટલે કે બબીતાજી સોશિયલ મીડિયા પર ઘણી ફૅમસ છે અને પોતાના ફૅન્સને પોતાના પોસ્ટ દ્વારા ખાસ માહિતા અપડેટ કરતી હોય છે. મુનમુન દત્તા ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.
હાલ એક રિપોર્ટ અનુસાર મુનમુને પોતાના ક્રશ વિશે ખુલાસો કર્યો છે. એમણે જણાવ્યું છે કે તે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને પ્રેમ કરે છે અને તે રાવલપિંડી એક્સપ્રેસના નામથી ઝડપી બોલર પર બબીતાજીનો ક્રશ છે. અખ્તર સિવાય એમણે જણાવ્યું કે બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને પણ તે પસંદ કરે છે.