જાણો છો, ગુજરાતના ગીરની જાબાંઝ શેરની કોણ છે?
દેશના પ્રથમ મહિલા રેસ્ક્યુ ફોરેસ્ટર બનવાનું માન રસીલાબેન વાઢેરના નામે છે, વન્યપ્રાણીઓના જીવ બચાવવા માટે અનેકવાર જીવ સટોસટ્ટીના ખેલ ખેલનાર રસીલા બેને માત્ર હિંમત, અનુભવ અને કોઠાસૂઝથી સિંહ, દિપડા, મગર, અજગર સહિતના વન્યપ્રાણીઓના ૧૦૦૦થી વધુ રેસક્યુ ઓપનરેશન કર્યા છે. રસીલા બેન કહે છે કે, મને ક્યારેય ડર લાગ્યો નથી…ચેલેન્જવાળી કામગીરી ગમે છે.
ગયા વર્ષે, ગુજરાત સરકારના મુખ્યમંત્રી કાર્યાલયે પણ શ્રીમતી વાઢેરના કાર્યની પ્રશંસા કરી હતી. “મળો, રસીલા વાઢેર, 1લી મહિલા, જેમને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની રક્ષા કરવાની તક આપવામાં આવી હતી,
તેમણે અનુકરણીય હિંમત સાથે 1100 થી વધુ જંગલી પ્રાણીઓને બચાવ્યા છે અને હવે તેઓ ગીરના બચાવ વિભાગના વડા છે. તેમના સમર્પણને સલામ અને સલામ. વન્યજીવ પ્રત્યે પ્રેમ,” CMO ગુજરાતે ગીરના પ્રથમ વન રક્ષકના ચાર ફોટા શેર કરતા ટ્વિટમાં લખ્યું હતું.