જાણો છો, ભારતમાં રસ્તા પર રઝળતા કૂતરા-બિલાડીની સંખ્યા કેટલી છે

(એજન્સી) નવીદિલ્હી, દેશની શેરીઓમાં રખડતા કૂતરા-બિલાડીની સંખ્યા કેટલી છે?? આ સવાલ વિચિત્ર છે. પરંતુ મહત્વનો છે. ગુરૂવારે જાહેર કરાયેલી પરથમ સ્ટેટ પેટ હોમલેસનેસ ઈન્ડેક્ષ રીપોર્ટનું અનુમાન છે કે ભારતમાં ૮ કરોડ બિલાડી અને કૂતરા રોડ-રસ્તા પર રખડી રહ્યા છે. પેટ હોમલેસનેસ ઈન્ડેક્ષમાં ભારતને ૧૦ અંકોના માપદંડ મુજબ ફક્ત ર.૪ અંક મળ્યા છે.
ભારતને મળેલા ઓછા રેેટીંગ દર્શાવે છે કે દેશમાં પાલતુ બેઘર પ્રાણીઓના પડકારોને દુર કરવા માટે વધુ પ્રયાસની આવશ્યતાને દર્શાવે છે. ભારતને આટલુ ઓછુ રેટીંગ મળ્યા, તેના મૂળ કારણમાં અપેક્ષાકૃત પશુ નસબંધી ઓછી અને વેક્સિનેશન પણ ઓછુ, રેબીજ સહિત કેનાઈન રોગોનુૃ પ્રમાણ પણ વધુ, એક પાલતુ પ્રાણી રાખવાનો વધુ ખર્ચ અને પશુ કલ્યાણ પર મજબુત કાયદા ન હોવા.
ભારતમાં લગભગ ૮ કરોડ બેઘર બિલાડીઓ અને કૂતરા શલ્ટર્સ કે રોડ પર રહે છે. એટલુ જ નહીં પાલતુ પ્રાણી રાખનાર પ૦ ટકા લોકોએ માન્યુ છે કે ઓછામાં ઓછા એક પાલતુ પ્રાણીને રોેડ પર છોડી દેીધા છે. લગભગ ૩૪ ટકા લોકોનુૃ કહેવુ છે કે તેમણે રોડ પર એક શ્વાનને દેશમાં પહેલીવાર એનિમલ વેલ્ફેર એક્ષપર્ટ અને માર્સ પેટકેયર એ પહેલાં પેટ હોમલેસનેસ ઈન્ડેક્ષ જાહેર કર્યો છે.
માર્સ પેટકેયર ઇન્ડીયાના મેનેજીંગ ડીરકેટર ગણેશ રેમાનીએ જણાવ્યુ હતુ કે હમણા સુધી દુનિયાભરમાં બેઘર રખડતા કૂતરા અને બિલાડીઓની ગણતરીનો અને ટ્રેક કરવાની કોઈ પધ્ધતિ નથી. પ્રથમવાર આ પ્રકારનો ઈન્ડેક્ષ જાહેર કરવામાં આવ્યો છે. ઈપીઅચ ઈન્ડેક્ષના આંકડા અનુસાર, ભારતમાં ૮ર ટકા કૂતરાઓને સ્ટ્રીટ ડોગ માનવામાં આવે છે. અને પ૩ ટકા લોકોને લાગે છે કે સ્ટ્રીટ ડોગ લોકો માટે ખતરો છે.