જાણો શરીરને કેટલું નુક્સાન પહોંચાડે છે ROનું પાણી
દુનિયાભરના લોકો ઇર્ં વોટરનો ઉપયોગ કરે છે. કહે છે કે આ સ્વાસ્થ્ય માટે ખૂબ સારૂ હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, સતત આરઓ પાણી પીનાર લોકોમાં હાડકાં સંબંધી સ્વાસ્થ્યની સમસ્યા થવા લાગે છે. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. આરઓ ફક્ત પાણીને શુદ્ધ નથી કરતું, પરંતુ તેમાં રહેલા જરૂરી મિનરલ્સ અને પણ સમાપ્ત કરી દે છે. એની ઊણપથી સ્વાસ્થ્યને લગતા ઘણા ગંભીર નુકસાન થઈ શકે છે. આજે અમે તેની જાણકારી આપીશું.
સમજો સારા અને ખરાબ મિનરલ્સ ઃ પાણીમાં કુદરતી રીતે કેટલાક મિનરલ્સ ભળેલા હોય છે. તેને બે શ્રેણીમાં રાખવામાં આવે છે . ગુડ મિનરલ્સ અને બેડ મિનરલ્સ. પાણીમાં રહેલા ગુડ મિનરલ્સ માં કેલ્શિયમ,મેગ્નેશિયમ અને પોટેશિયમ શામેલ છે.જ્યારે બેડ મિનરલ્સમા લેડ(સિસુ), આર્સેનિક, બેરિયમ, એલ્યુમિનિયમ વગેરે સામેલ છે. આરઓ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં આ બંને પ્રકારના મિનરલ્સ નો નાશ કરે છે. તેનાથી પાણી સાફ થઈ જાય છે પરંતુ તેની ઉપયોગિતા પણ નષ્ટ થઈ જાય છે.
નબળા પડી રહેલા હાડકા ઃ લાંબા સમયથી આરઓનું પાણી પીનાર લોકો ને હૃદયની બીમારી, નબળાઈ, માથાનો દુખાવો પેટ ખરાબ હોવું અને થાક જેવા રોગ થઈ રહ્યા છે. આરઓ પાણીને ફિલ્ટર કરતી વખતે પાણીમાંથી કેલ્શિયમ અને મેગ્નેશિયમ ને લગભગ ૯૦ ટકા સુધી નષ્ટ કરી દે છે. આ બંને હાડકાંની મજબૂતી માટે ખૂબ જરૂરી છે. જે મહિલાઓ સતત આરઓનું પાણી પી રહી છે તેમને ૩૦ વર્ષની ઉંમરમાં જ હાડકાં સંબંધિત રોગોનો સામનો કરવો પડી રહ્યો છે.
પર્યાવરણ માટે પણ ખરાબ ઃ પાણીને સાફ કરવાની પ્રક્રિયામાં આરઓ મોટા પ્રમાણમાં પાણી ને ખરાબામાં કાઢે છે. આપણા માટે નહીં પરંતુ પર્યાવરણના સ્વાસ્થ્ય માટે પણ આ સારું નથી. આ સમયમાં પાણીની અછત સતત વધી રહી છે ત્યારે મોટા પ્રમાણમાં પાણી ને વેડફવું એ આગામી સંકટ માટે જવાબદાર હોય શકે છે.