જાતિ વસતી ગણતરી સિવાય કોઈ વિકલ્પ નથી: શરદ પવાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Sarad-1024x576.jpg)
નવી દિલ્હી, રાષ્ટ્રીવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પાવરે જાતિ વસ્તી ગણતરીની માગ ઉઠાવી હતી. તેમણે કહ્યું હતું કે, સામાજિક સમાનતા સુનિશ્ચિત કરવા માટે આ જરૂરી છે. એનસીપીના ઓબીસીસેલની બેઠકને સંબોધતા પવારે કહ્યું હતું કે, દરેક વ્યક્તિને તે મળવું જાેઈએ જેનો તે હકદાર છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતુ કે, અમે કંઈ પણ મફતમાં નથી માંગી રહ્યા. જાતિ વસ્તી ગણતરી કરવા સિવાય બીજાે કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું હતું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને બંધારણ દ્વારા અનામત આપવામાં આવ્યું હતું. જેનો તેમને ફાયદો થયો અને અન્ય પછાત વર્ગો (ઓબીસી)ને પણ સમાન જાેગવાઈઓની જરૂર છે.
પવારનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રની સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસીઆરક્ષણ પુનઃસ્થાપિત કરવાની માગ કરવામાં આવી રહી છે. આ વર્ષે રાજ્યમાં ઘણી સ્થાનિક સંસ્થાઓમાં પણ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઓબીસીકોટા પર ભારતીય જનતા પાર્ટી દ્વારા આઘાડીની ટીકા પર પવારે કહ્યું હતું કે, ‘તમે અહીં (મહારાષ્ટ્રમાં) ૫ વર્ષ (૨૦૧૪થી ૨૦૧૯) અને દિલ્હી(કેન્દ્ર)માં ૨૦૧૪થી સત્તામાં હતા. તમે અત્યાર સુધી સૂતા હતા’?
તેમણે કહ્યું હતું કે, ઓબીસીકોટાનો મુદ્દો ઉકેલાયા બાદ જ એનસીપીસ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડશે. એનસીપીઅધ્યક્ષએ કહ્યું હતું કે, ભાજપના સહયોગી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જાતિ વસ્તીગણતરીની તરફેણમાં છે પરંતુ આ મુદ્દે ભાજપનો મત અલગ છે.
પાવરે કહ્યું હતું કે, આરએસએસનેતા ભૈયાજી જાેશીએ જાતી વસ્તી ગણતરીનો વિરોધ કરતા કહ્યું હતું કે, તેનાથી સમાજમાં ખોટો મેસેઝ જશે. જાે સાચી તસવીર સામે આવે છે તો એમાં ખોટું શું છે? એનસીપીતેના વિશે જાગૃતિ ફેલાવશે.
તમને જણવી દઈએ કે, જાતિ ગણતરીને લઈને ૧ જૂને સર્વપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં બોલાવવામાં આવી છે.
બિહારની રાજનીતિની દૃષ્ટિએ આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હકીકતમાં છેલ્લા કેટલાક દિવસોથી જાતિ ગણતરી અંગે બિહારમાં સતત નિવેદનો સામે આવી રહ્યા છે. નીતીશ કુમારે તેજસ્વી યાદવ સાથે બંધ બારણે આ મુદ્દા પર બેઠક કરી હતી.SS2MS