જાદર પંથકના ચિત્રોડીમાં લાભપાંચમની રાત્રિએ દાગીના અને રોકડ રકમ સહિતની ચોરી
નેત્રામલી: જાદર પંથકમાં આવેલા ચિત્રોડી ગામમાં લાભ પાંચમ ની રાત્રિએ પટેલ ખેડૂતના મકાનમા ધરની પાછળ ની બાજુ આવેલ બારી ની ગ્રીલ તોડી તસ્કરો એ મકાનમાં પ્રવેશ કરી તિજોરી માંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત અંદાજીત દોઢ લાખ ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ચોરી થયા નું માલુમ થતાં મકાન માલિક દ્વારા જાદર પોલીસ ને જાણ કરતાં પોલીસે ધટના સ્થળે તપાસ કરી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઇડર તાલુકામાં તહેવારોના દિવસોમાં માં અવાર નવાર થતી ધરફોડ ચોરી ઓનાં બનાવમાં તસ્કરોની ટોળકી હાથફેરો કરવામાં સક્રિય થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે અગાઉ નેત્રામલીમા ધનતેરસની રાત્રિ દરમ્યાન ચોરી થવા પામી હતી ત્યારે ફરી એકવખત ચિત્રોડી ગામમાં રહેતા પટેલ જંયતિભાઇ અમીચંદભાઇ ના મકાન માં લાભપાંચમ ની રાત્રિએ કોઈ અજાણ્યા તસ્કરો એ મકાન ના પાછળ ના ભાગ માં આવેલી બારીની ગ્રીલ તોડી ને મકાન માં પ્રવેશ કરી તિજોરી કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત અંદાજે દોઢ લાખની ચોરી તસ્કરો અંધકાર માં પલાયન થઇ જતાં લોકો માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચોરી ની જાણ મકાન માલિક દ્વારા જાદર પોલીસ ને કરતાં પોલીસે ચોરી ની ધટના સ્થળની તપાસ કરી ગામની અંદર લગાવેલ સી.સી ટી.વી ની કુટેજોની પણ તપાસ કરી ગુન્હો નોંધી વધુ તપાસ આરંભી છે.