Western Times News

Gujarati News

જાદર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

નેત્રામલી:  ઇડર તાલુકાના માનગઢ ગામ નો આરોપી આજથી ત્રણ વર્ષ પહેલાં  ચોરી અને મારપીટ  ની સજા ભોગવી રહ્યો હતો જે પેરોલ ઉપર છૂટી ત્યાર બાદ આ આરોપી સાઉદી અરેબિયા તરફ  જતો રહયો હતો.  જે  દિવાળી ઉપર ધરે આવ્યા ની બાતમી મળતા જીલ્લા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી જાદર પોલીસ ને સોંપી વધુ  કાર્યવાહી  હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા  જીલ્લા પોલીસ વડા  ચૈતન્ય મંડલીક ના આદેશ મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ એલ.સી.બી. તથા એએસઆઇ  સ્ટાફના માણસો દ્રારા બાતમી  મેળવી જાદર પોલીસ સ્ટેશનમાં  ચોરી અને મારા મારી ના ગુન્હામાં ધરપકડ કરવામાં આવી હતી

જેને પેરોલ ઉપર  છોડતા  આ આરોપી બીપીનભાઇ ઉર્ફે અળખાભાઇ શહેરાભાઇ ચેનવા રહે. માનગઢ તા. ઇડર વાળો ગુન્હો કર્યા પછી સાઉદી અરેબીયા નાસી ગયેલો જે દિવાળી નિમીત્તે પરત ઘરે આવેલો હોવાની હકીકત મળતાં તેને  ગુરુવાર તારીખ ૫/૧૧/૨૦૧૯ ના રોજ માનગઢ મુકામે થી અટક કરી જાદર પોલીસ સ્ટેશનમાં સોંપી વધુ તપાસ સાબરકાંઠા ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. વી.આર.ચાવડા કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.