જાધવને સિવિલ કોર્ટમાં અપીલ કરવાની તક
નવી દિલ્હી : પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય નાગરિક કુલભુષણ જાધવ માટે એક નવી આશા જાગી છે. પાકિસ્તાની મિડિયામાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાના આધાર પર જાધવને સિવિલ કોર્ટમાં અપીલ કરવાની તક મળી જશે.
જાધવ આ અપીલ કરી શકે તે માટે સૈન્ય કાનૂનોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની મિડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ પાકિસ્તાની જેલમાં રહેલા ભારતીય નાગરિક કુલભુષણ જાધવને સિવિલ કોર્ટમાં અપીલ કરવાની તક મળી ગઈ છે. આના માટે સૈન્ય કાયદાઓમાં જરૂરી ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદા બાદ પાકિસ્તાની સરકાર અનેક પગલા લઇ રહી છે. પાકિસ્તાનમાં એવા કેસ જે સૈન્ય કોર્ટમાં સૈન્ય કાનૂન હેઠળ ચલાવવામાં આવે છે તેમાં સિવિલ કોર્ટમાં અપીલની તક રહેતી નથી. કોઇપણ વ્યક્તિ અથવા સંગઠનને સિવિલ કોર્ટમાં અપીલ કરવાના અધિકાર નથી. ભારતના આંતરરાષ્ટ્રીય દબાણ સામે પાકિસ્તાનને હવે એક પછી એક નીર્ણય લેવાની ફરજ પડી રહી છે. આ નીર્ણયને આવકાર મળી રહ્યો છે.