જાનકી સાથે રિલેશનશિપમાં નથી યશ
જાનકી અને હું મિત્રો છે, બાકીનું સમય આવ્યે જણાવીશ: યશ
મુંબઈ, સેલિબ્રિટી સોશિયલ મીડિયા હેન્ડલ પર તેમનું રિલેશનશિપ સ્ટેટસ ઓફિશિયલ કરે તે વાત હવે સામાન્ય થઈ ગઈ છે. હાલમાં, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટી અને ફેન્સ યશ સોની અને જાનકી બોડીવાલા દ્વારા કરવામાં આવેલી પોસ્ટ જાેઈને ખુશ-ખુશ થઈ ગયા હતા. જેમાં બંનેએ તેઓ કપલ તરીકે સાથે હોવાની ઓફિશિયલ જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૧૫માં રિલીઝ થયેલી ગુજરાતી બ્લોક-બસ્ટર ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં યશ અને જાનકીની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીએ સેંકડો દર્શકોના દિલ જીતી લીધા હતા. પરંતુ, યશ સોનીની હાલની પોસ્ટ કંઈક અલગ જ કહાણી કહે છે.
સેલ્ફી શેર કરીને યશ અને જાનકીએ લખ્યું હતું ‘૧ ૧= પરિવાર. ઉફ…સમસ્યાઓ હોવા છતાં, તે વાતની જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે અમે સાથે ખુશ છીએ! અમારા પરિવારના આશીર્વાદની સાથે જીવનના આ સુંદર સફર પર તમારી શુભેચ્છાઓ અમારા પર વરસાવજાે. વધુ તસવીરો ખૂબ જલ્દી જાેવા મળશે. જાેડાયેલા રહેજાે! ફોટો શેર કર્યા બાદ, ઈશા કંસારા, ભવ્ય ગાંધી, દિક્ષા જાેશી અને શ્રદ્ધા ડાંગર સહિતના ઢોલિવુડના સેલેબ્સે યશ અને જાનકીને અભિનંદન પાઠવ્યા હતા.
હાલમાં યશ સોનીનો સંપર્ક કર્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે, ‘અમે ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ અને જાનકી સાથે કામ કરવાની મજા આવે છે. પરંતુ અમે માત્ર મિત્રો છીએ. જ્યારે યોગ્ય સમય આવશે જ્યારે હું તમને ‘અમારા’ વિશે વધુમાં જણાવીશ’. યશ સોની અને જાનકી બોડીવાલાની પોસ્ટ બાદમાં પ્રોમોમાં પરિણમી હતી. તેઓ ખૂબ જલ્દી રોમેન્ટિક ડ્રામામાં જાેવા મળશે, જેમાં તેમની સાથે રોનક કામદાર પણ મહત્વના રોલમાં હશે.
ફિલ્મના પ્રમોશન માટે યશ અને જાનકીએ તે પોસ્ટ શેર કરી હતી. બે દિવસ પહેલા તેમણે ફિલ્મ ‘નાડી દોષ’નો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો અને લખ્યું હતું ‘અગાઉની પોસ્ટમાં અમારા પરિવારને ભેગો કરવા માટે પહેલા અમે જે ‘સમસ્યાઓ’ વિશે વાત કરી હતી તે યાદ છે? તો તે સમસ્યા ‘નાડી દોષ’ છે. અમે અમારી ફિલ્મ નાડી દોષનું પહેલું ઓફિશિયલ પોસ્ટર રજૂ કરી રહ્યા છીએ. આખરે ૧ ૧= પરિવાર’. આ પોસ્ટમાં તેમણે ફિલ્મ ૧૭ જૂન, ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હોવાની પણ જાહેરાત કરી હતી.
આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં મિત્ર ગઢવી અને આરોહી પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. તો ફેન્સ પણ નારાજ થયા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, યશ સોની છેલ્લો દિવસ સિવાય શું થયું? અને ચાલ જીવી લઈએ!માં જાેવા મળ્યો હતો. તો જાનકી બોડીવાલા ઓ તારી, તંબુરો, છુટી જશે છક્કા, તારી માટે વન્સ મોર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.થોડા દિવસ પહેલા અભિનેજતા યશ સોની અને જાનકી બોડીવાલાએ તેઓ રિલેશનશિપમાં હોવાની જાહેરાત કરી હતી