જાન્યુઆરીથી કોરોના વેક્સિન મળી શકે છે : ડોઁ હર્ષવર્ધન

નવી દિલ્હી: કોરોના વાયરસ સામેની રસીની રાહ આખરે આવતા મહિને સમાપ્ત થઈ શકે છે. દેશના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું છે કે, ભારતમાં લોકોને કોવિડ -૧૯ની રસી આપવાનું કામ જાન્યુઆરીથી શરૂ કરી શકાય છે. તેમણે જણાવ્યું છે કે, સરકારની પ્રાથમિકતા રસીની સલામતી અને અસરકારકતા છે.
આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે, ભારત રસીના વિકાસમાં કોઈથી પાછળ નથી. હર્ષવર્ધને કહ્યું કે, મને વ્યક્તિગત રીતે લાગે છે કે જાન્યુઆરીમાં એવો કોઈ સમય આવી શકે છે જ્યારે આપણે ભારતમાં લોકોને પ્રથમ કોવિડ -૧૯ રસી આપવાની તૈયારીમાં હોઈએ. તેમણે કહ્યું હતું કે, રેગ્યુલેટ તમામ રસીઓનું વિશ્લેષણ કરશે, તેમનું પણ જેમણે ઇમરજન્સીમાં ઉપયોગ માટે અરજી કરી છે.
તેમણે કહ્યું છે કે, કોવિડ -૧૯ રસી અને સંશોધનની બાબતમાં ભારત કોઈ દેશથી પાછળ નથી. આ પહેલા શનિવારે તેમણે કહ્યું હતું કે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો સ્વદેશી રસીઓ પર કામ કરી રહ્યા છે અને ૩૦ કરોડ લોકોને રસી આપવાની ક્ષમતા ૬-૭ મહિનામાં પ્રાપ્ત થઈ જશે. તેમણે કહ્યું હતું કે,
આ રસી જિનોમ સિક્વિન્સિંગ અને કોરોના વાયરસ આઈસોલેશન કરીને બનાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે દેશમાં ૬ વેક્સીન કેન્ડિડેટ ટ્રાયલના વિવિધ તબક્કાઓમાં છે. જેમાંCovishield, Covaxin, ZyCoV-D, Sputnik V, NVX-CoV2373અને રિકોમ્બિનન્ટ પ્રોટીન એન્ટિજેન આધારિત રસી છે. આ સિવાય ત્રણ રસી પ્રી-ક્લિનિકલ તબક્કે છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષને કહ્યું હતું કે તમામ રસીના બેથી ત્રણ ડોઝ આપવામાં આવશે.