જાન્યુઆરીથી બાઈક અને સ્કૂટર મોંઘાં થશે
નવી દિલ્હી, નવા વર્ષ ર૦ર૦માં મોટરસાયકલ અને સ્કૂટર સહિત ટુ વ્હીલર્સના ભાવ વધી શકેછે. એટલા માટે ડિસેમ્બર મહિનામાં આવા વાહન ખરીદવાની સારી તક છે. અગ્રણી ટુ વ્હીલર્સ ઉત્પાદક કંપની હીરો મોટો કોર્ષે જણાવ્યું હતું કે તે જાન્યુઆરીથી પોતાની મોટરસાઈકલ અને સ્કૂટરના ભાવમાં રૂ. ર,૦૦૦ સુધીનો વધારો કધરશે. દેશની મોટા ભાગની કાર ઉત્પાદક કંપનીઓએ પણ ૧ જાન્યુઆરીથી કિંમત વધારવાની જાહેરાત કરી દીધી છે.
કાર બાદ સ્કૂટર-બાઈકના ભાવપણ હવે વધવા જઈ રહ્યાં છે. હીરો મોટો કોર્પ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ભાવવધારો ટુ વ્હીલર્સની તમામ સિરીઝમાં કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે ભાવવધારો મોડલ અને બજારના આધારે અલગ અલગ હશે. હાલ કંપની રૂ. ૩૯,૯૦૦થી લઈને રૂ. ૧ .૦પ લાખ સુધીની કિંમતમાં વિવિધ મોડેલની બાઈક્સ અને સ્કૂટર્સનું વેચાણ કરી રહી છે. હીરો મોટો કોર્પના પગલે અન્ય ટુ વ્હીલર્સ કંપની પણ ભાવવધારો કરશે એવા નિર્દેશ મળી રહ્યાં છે.