જાન્યુઆરીમાં લોન્ચ થઈ શકે છે કોરોના વેક્સિન: અદાર પૂનાવાલા
નવી દિલ્હી, ભારતમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાની રસી લોન્ચ થવાની શક્યતા છે. રસી બનાવી રહેલા સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાનુ કહેવુ છે કે, એક સુરક્ષિત અને પ્રભાવશાળી વેક્સિન લોન્ચ થવાની તૈયારીમાં છે.
સિરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરાયેલી વેકિસનનુ ભારતમાં ઉત્પાદન થવાનુ છે અને હાલમાં તેની દર્દીઓ પર ટ્રાયયલ ચાલી રહી છે.પૂનાવાલાના મતે ટ્રાયલ સફળ થઈ અને ભારતમાં સરકારે મંજૂરી આપી તો જાન્યુઆરીમાં વેક્સિન લોન્ચ થઈ જશે.અંતિમ તબક્કાની ટ્રાયલના પરિણામ આવતા મહિને આવી શકે છે.
તેમના મતે વેક્સિન કયારે લોન્ચ થશે તે બાબત સરકાર દ્વારા આ માટે ક્યારે મંજૂરી અપાય છે તેના પર છે.ટ્રાયલના ભાગરુપે વેક્સિન હજારો લોકોને આપવામાં આવી છે.જોકે તેની લાંબાગાળાની અસર જાણવા માટે બે થી ત્રણ વર્ષ રાહ જોવી પડશે.લોકોને વેક્સિન કેટલા રુપિયામાં મળશે તે માટે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે.વેક્સિન તમામ લોકોને પોસાય તેવા ભાવે આપવામાં આવશે.