જાન્હવી કપૂરે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તરુણ તાહિલાની દ્વારા ડિઝાઇન કરેલો બનારસી ટીશ્યુનો ડ્રેસ પહેર્યાે હતો

જાન્હવી કપૂરે તાજેતરમાં જ ૭૮મા કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું
જાન્હવીએ કેન્સની રેડ કાર્પેટ પર જઇને ઘરનું ભોજન માણ્યું
મુંબઈ,જાન્હવી કપૂરે તાજેતરમાં જ ૭૮મા કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે, તેની ફિલ્મ ‘અનબાઉન્ડ’નું સ્ક્રીનિંગ થયું હતું. રેડ કાર્પેટ પર ડેબ્યુ માટે તેણે તરુણ તાહિલાની દ્વારા ડિઝાઇન કરેલો અસલ બનારસી ટીશ્યુનો ડ્રેસ પહેર્યાે હતો. હેન્ડ ક્રશ્ડ ટેક્સ્ચરનો આ ડ્રેસ સિલ્ક ઓરિગામી પ્રકારનો ડ્રેસ હતો. તેનાં આ લૂકને તેની માતા શ્રીદેવી અને ઐશ્વર્યાનાં રેટ્રો લૂક સાથે સરખાવવામાં પણ આવ્યો હતો. જ્યારે પોતાની ફિલ્મના સ્ક્રીનિંગ વખતે જાન્હવીએ અનામિકા ખન્ના કુટ્યોરનો કસ્ટમ ડ્રેસ પહેર્યાે હતો. તેની સાથે તેણે પરંપારગત ઇન્ડિયન જ્વેલરી અને જેડ એન્ડ જેડની અલગ અલગ એસેસેરીઝ પહેરી હતી.
એક ઘેરદાર સીગ્રીન કલરના ગોલ્ડ બોડિસ વાળો આ બૅકલેસ ડ્રેસ પણ તેને ઘણો સુંદર લાગતો હતો.આ ઉપરાંત તેના આ ફેસ્ટિવલમાં બે ળેન્ચ ફેશનના આર્કાઇવલ ક્લાસિક લૂક પણ વખણાયા હતા, જેમાં તેણે વાયએસએલ અને ડિઓરના ડ્રેસ પસંદ કર્યા હતા. વોગ દ્વારા જાન્હવીના લૂકનો બિહાઇન્ડ ધ સીન વીડિયો પણ શેર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેને તૈયાર થતી બતાવાઈ હતી. જાન્હવીના આ લૂક તેની કઝીન રીઆ કપૂર દ્વારા તૈયાર કરાયા હતા. તેણે જાન્હવીના આ લૂકમાં આકર્ષક સોસર હેટ વાયવેઝ સેંટ લોરેન રીવ ગોશીના ૧૯૮૭ના કલેક્શનને ધ્યાનમાં રાખીને પહેરાવી હતી.
સાથે તેણે એક ૧૯૮૯નું વેલ્વેટનું જેકેટ અને ૧૯૮૭થી ૧૯૯૧ના વાયવેઝ પોએટીક એરાથી પ્રેરિત સિલ્ક શિફોન કાપડનું પેન્સિલ સ્કર્ટ પહેર્યું હતું. તેની સાથે તેણે ચપાર્ડના યલો ડાયમંડ સ્ટડ્ર્ઝ પહેરીને ળેન્ચ લક્ઝકી હાઉસને પણ માન આપ્યું હતું. આ સાથે જાન્હવીએ વીડિયોમાં તૈયાર થતાં પહેલાં તેણે શું ભોજન કર્યું તે વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું,“ચલો તમને બતાવું, મેં હાલ શું ખાધું છેઃ ચણાની દાળ, ભાત, લીલાં મરચાં, અથાણું અને થોડી વટાણાની ભાજી. હું ખરેખર ખુશ છું કે મને કેન્સમાં પણ ભારતમાં ઘરમાં બનાવેલું ભોજન ખાવા મળ્યું.”રીઆ એ ડ્રેસ કઈ રીતે તૈયાર કર્યાં તે અંગે જાન્હવીએ કહ્યું,“આ ડ્રેસ પસંદ કરવામાં મારો બિલકુલ કોઈ ફાળો નથી અને આ બધું જ મારી બહેન રીઆ દીદીએ કર્યું છે, આ એનો જ વિચાર અને રચના છે અને એના શબ્દોમાં, “એક સ્વિસ એર ફ્લાઇટ દરમિયાન તેને આ વિચાર આવ્યો હતો, મતલબ કે આ બિલકુલ છેલ્લી ઘડીએ જ આવેલો.
પરંતુ હું બહુ જ ઉત્સાહીત હતી કે મને મેં ક્યારેય ન કર્યું હોય એવું કરવા મળ્યું. મારા માથા પર એક મોટી હેટ છે. મને બિલકુલ ન હસવાની સુચના આપવામાં આવી છે, આ પ્રકારની અલગ ઇવેન્ટમાં રેડ કાર્પેટ પર હું ખરેખર બહુ જ ઉત્સાહમાં છું, પરંતુ આ મોટી હેટ સાથે એ ઉત્સાહ જળવાતો નથી.” આ બધા લૂક પાછળની મુશ્કેલીઓ અંગે જાન્હવીએ કહ્યું,“હું બહુ જ મુંઝવણમાં હતી. દસ મિનિટ પહેલાં સુધી મને ખબર નહોતી કે મારે શું પહેરવાનું છે અને પછી અમે રીઆ દીદીની આ દૃષ્ટિને હકિકત બનાવવામાં લાગી ગયાં. એટલે ભલે ગમે તેટલી મુશ્કેલી હોય, આટલું બધું ભોજન અને સખત સતત વ્યસ્તતા.”SS1