જાન્હવી કપૂરે મિન્ટ ચોકઓન સાથે હિન્ટ આપી

ચોકલેટમાં મિન્ટી ટ્વિસ્ટ ઉમેરી મહક ગ્રૂપે વધુ એક સ્વાદિષ્ટ ફ્લેવર કેન્ડી-મિન્ટ ચોકઓન પ્રસ્તુત કરશે. મિન્ટ ચોકઓન એક પ્રકારની કેન્ડી છે, જેના બહારનાં શેલમાં મિન્ટ ફ્લેવર છે અને સેન્ટરમાં સ્વાદિષ્ટ ચોકલેટ ભરેલી છે. મિન્ટ ચોકઓને આ બ્રાન્ડનાં પ્રમોશન માટે ટીવીસી અભિયાન ‘મિન્ટ નહીં હિન્ટ હૈ’ માટે જાન્હવી કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. આ અભિયાન માટે ટેલીવિઝન કમર્શિયલમાં એક યુવાન યુગલને ફર્સ્ટ ડેટ પર સુંદર રીતે લાગણી વ્યક્ત કરતા દેખાડવામાં આવ્યું છે.
ટીવીસી વિશે: આ ફિલ્મની શરૂઆત સુંદર મોડી સાંજ સાથે થાય છે, જેમાં જાન્હવી અને એક યુવાન પર્વતની સાંકડી ટોચ પર બેઠા દેખાડવામાં આવ્યાં છે. યુગલ પહેલી રોમેન્ટિક ડેટ પર આવ્યું છે. આ સૌપ્રથમ ડેટ હોવાથી બંનેને શું કરવું એની ખબર નથી. એટલે મૌનને તોડવા માટે જાન્હવી પૂછે છે, “ઔર ક્યા કરતેં હૈ ફર્સ્ટ ડેટ પે?” ત્યારે યુવાન જવાબ આપે છે કે, “પતા નહીં…મેરા ભી તો ફર્સ્ટ ટાઇમ હૈ.” ત્યારબાદ જાન્હવી એને મિન્ટ ચોકઓન કેન્ડી આપે છે. એટલે યુવાન ચકિત થઈને પૂછને છે કે, “મિન્ટ?” એટલે જાન્હવી કહે છે કે, “યે મિન્ટ નહીં હિન્ટ હૈ.” પછી એનો ઇશારો સમજી યુવાન મિન્ટ ચોકઓનનો સ્વાદ માણે છે અને જાન્હવી તરફ ઝુકી જાય છે.
ટીવીસીની લિન્ક:
મહક ગ્રૂપનાં સીઇઓ અને એમડી શ્રી એસ કે જૈને કહ્યું હતું કે, “અત્યારે સ્પર્ધાત્મક વાતાવરણ છે. એટલે ગ્રાહકોની વફાદારી મેળવી અને એને જાળવી રાખવી મુશ્કેલ છે. દરેક બ્રાન્ડ માટે લક્ષિત ગ્રાહકોને ધ્યાનમાં રાખીને અલગ ઓફર રજૂ કરવી જરૂરી છે. અમે મિન્ટ ચોકઓન એને ધ્યાનમાં રાખીને રજૂ કરી છે. મિન્ટ ચોકઓન નવો અને ઇનોવેટિવ વિચાર છે. અમે પ્રોડક્ટ બનાવવા જર્મન ટેકનોલોજીને કામગીરી સુપરત કરી છે. ટીનેજરથી લઈને યુવાન વર્કિંગ પ્રોફેશન સુધી મિન્ટ ચોકઓન દરેકને અપીલ કરશે. અમે જાન્હવી કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને ખુશ છીએ. આ જોડાણથી અમને ઘણો ફાયદો થયો છે, કારણ કે એ યુવાન સ્ટાર છે અને અમારા લક્ષિત વર્ગમાં લોકપ્રિય છે.”
મિન્ટ ચોકઓન સાથે જોડાણ પર જાન્હવી કપૂરે કહ્યું હતું કે, “મને હંમેશા મીઠું ભાવે છે. અરે, ક્યારેક તો હું જાગીને આઇસક્રીમનો સ્વાદ માણું છું! જ્યારે મારા માતાપિતા મારા અને ખુશીથી ખુશ થતા હતા, ત્યારે તેઓ અમને કેન્ડી અને ચોકલેટ આપતાં હતાં. એટલે મને મિન્ટ ચોકઓન સાથે જોડાણ કરવાનો આનંદ છે. આ ઇનોવેટિવ કન્સેપ્ટ છે. મને ખાતરી છે કે, ટૂંક સમયમાં મિન્ટ ચોકઓન લોકપ્રિય બની જશે.”