જાન્હવી કપૂરે સેલ્ફી લેવા આવેલી મહિલા સામે જોયું પણ નહીં

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર, શનાયા કપૂર અને અનન્યા પાંડે હાલમાં બાંદ્રાની એક રેસ્ટોરન્ટમાં જતાં જાેવા મળ્યા હતા. ત્યારે ત્યાં મહિલાએ એક્ટ્રેસ જાન્હવી કપૂર સાથે ફોટો ક્લિક કરાવવાની માગ કરી હતી પણ જાન્હવી કપૂરે મહિલા સામે જાેયું પણ નહીં અને રેસ્ટોરન્ટની અંદર જતી રહી હતી. ત્યારે હવે સોશિયલ મીડિયા યૂઝર્સ એક્ટ્રેસ જાન્હવી કપૂરને ટ્રોલ કરી રહ્યા છે.
જાન્હવી કપૂરે રેસ્ટોરન્ટ બહાર એક મહિલા સાથે ફોટો ક્લિક કરાવવાની ના પાડતા સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે ‘જુઓ, જાન્હવી કપૂરને કેટલો ઘમંડ છે’.
જ્યારે અન્ય યૂઝરે લખ્યું કે ‘જાન્હવી કપૂરના ચહેરા પરથી જ એવું લાગી રહ્યું છે કે તેને પોતાના પૈસાનું અભિમાન છે અને સામાન્ય વ્યક્તિ સાથે ફોટો ક્લિક કરાવવા નથી માગતી’. જ્યારે અન્ય એક યૂઝરે એવું પણ લખ્યું કે ‘જાન્હવી કપૂર તો જાણે નવપરિણીત દુલ્હનની માફક ચાલી રહી છે’.
જ્યારે અન્ય યૂઝરે એવું લખ્યું કે ‘જાન્હવી કપૂરનું ઘમંડ તો જુઓ. જાન્હવી કપૂર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભલે થોડી ફિલ્મ જૂની હોય પણ તેના કપડાથી લઈને ફેશન સેન્સ, સ્ટાઈલ અને એટિટ્યુડના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. પણ માત્ર તેના કપડાં જ નહીં પણ શૂઝ અને ડિઝાઈનર બેગ્સના મામલે પણ જાન્હવી જાણીતી છે.
એક રિપોર્ટ મુજબ, જાન્હવી કપૂર ઈન્ડસ્ટ્રીની ઘણી સિનિયર એક્ટ્રેસથી આગળ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જાન્હવી કપૂરની પાસે દુનિયાની સૌથી મોંઘી બ્રાન્ડ્સના એક-બે નહીં પણ ઘણાં બેગ્સ છે જેની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે.SS1MS