Western Times News

Gujarati News

જાન લઈને ટ્રેનમાં નિકળેલા પિતાનું એટેકથી મોત નિપજ્યું

અમદાવાદ, અમદાવાદના એક પરિવાર સાથે લગ્નની ખુશીઓ વચ્ચે હચમચાવનારી ઘટના બની છે. પુત્રની જાનમાં જવા નીકળેલા પિતાને રસ્તામાં જ હાર્ટએટેક આવ્યો અને આ સમાચાર સાંભળીને માતાને પણ બ્લડ પ્રેશર વધી ગયું અને તેમને સારવાર માટે આઈસીયુમાં દાખલ કરવા પડ્યા.

આમ હરખથી જાન લઈને નીકળેલા ભુસાવલ પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. કરૂણ ઘટનાની વિગતો એવી છે કે, રહીમભાઈ નાસીરભાઈ ભુસાવલવાલાના સૌથી નાના દીકરા મોહસીનના ૨૫ ફેબ્રુઆરીના રોજ આગ્રામાં લગ્ન થવાના હતા અને આ માટે રહીમભાઈ તેમના દીકરાઓ અને જમાઈ સહિતના સંબંધીઓ જાન લઈને અમદાવાદથી ટ્રેનમાં રવાના થયા હતા.

આ દરમિયા જયપુર પહોંચતા રહીમભાઈને રાતે અચાનક જ હાર્ટએટેક આવતા તેમને જયપુરમાં હોસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જાે કે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. બીજી તરફ તેમના પત્ની અને પરિવારના મહિલા સભ્યો અમદાવાદમાં જ હતા. તેમને આ સમાચારની જાણ થતાં તેમની પણ તબિયત લથડી હતી અને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા.

તેમનો નાનો દીકરો લગ્ન ટાળી શકે તેમ ન હોવાથી તેને જયપુરથી પરિવારના બે સભ્યો સાથે આગ્રા રવાના કરવામાં આવ્યો. એક તરફ જયપુરથી રહીમભાને મૃતદેહને એમ્બ્યુલન્સમાં અમદાવાદ લવાયો અને બીજી તરફ મોહસીન તેમની નવપરિણીત પત્નીને લઈને પરત અમદાવાદ પહોંચ્યા અને પિતાની અંતિમક્રિયામાં ભાગ લીધો હતો. આ અંગે મોહસીનના જણાવ્યા અનુસાર પિતાનો સ્ક્રેપનો ધંધો હતો.

ઘરમાં બધા ખુશ હતા અને આનંદથી નિકાહ માટે જાન લઈને અમદાવાદથી આગ્રા જવા નીકળ્યા હતા. ત્યાં સુધી પિતાની તબિયત સારી જ હતી.

જાે કે, જયપુર પહોંચવાની ૧૦ મિનિટની વાર હતી કે મોડીરાતે પિતાને છાતીમાં દુખાવો ઉપડતા રસ્તામાં જ ચેઈન ખેંચીને ટ્રેન રોકવી પડી હતી અને તેમને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું. સમાચર અમદાવાદ સ્થિત ઘર સુધી પહોંચતા માતાનું બ્લડ પ્રેશર ૧૮૦ સુધી પહોંચી ગયું અને તેઓ બેભાન થયા અને તેમને શારદાબેન હોસ્પિટલના આઈસીયુમાં બે દિવસ સુધી રાખવા પડ્યા.

રિવાજ અનુસાર મહિલાઓ જાનમાં ન આવે એટલે માતા સહિતની ઘરની મહિલાઓ અમદાવાદમાં જ હતા. જણાવી દઈએ કે, માતા-પિતા માટે સંતાનના લગ્ન એ જીવનભરનો સૌથી ઉમંગ પ્રસંગ હોય છે. પરંતુ અમદાવાદના પરિવાર સાથે અણધારી ઘટના બનતા ખુશીઓની જગ્યાએ માતમ છવાયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.