જાપાનથી લઈને પશ્ચિમ એશિયાના દેશોમાં હજારો સૈનિકો ખડકાશે
ટોકયો, છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદ પર સંઘર્ષ ચાલી રહ્યો છે. ચીન પહેલેથી જ પોતાની વિસ્તારવાદી નીતિ પર જ આગળ વધે છે જેના કારણે અનેક દેશો સાથે ચીનના વિવાદ છે. હવે ચીનની અવળચંડાઇને ખતમ કરવા માટે અમેરિકા સહીતના દેશો ખુલીને સામે આવી ગયા છે. ભારત સાથે સરહદ વિવાદની સાથે દક્ષીણ ચીન સાગરમાં પણ ચીન સાથે અનેક દેશોના વિવાદ છે.
ચાલબાજ ચીનની દાદાગીરીને ખતમ કરવા માટે અમેરિકા અને બ્રિટન ખુલીને મેદાનમાં આવી રહ્યા છે. ભૂમાફિયા ચીન વિસ્તારવદી નીતિનાં કારણે એક બે નહીં પણ અનેક દેશો પરેશાન છે. ભારત સાથે તો સરહદ વિવાદ ચાલી જ રહ્યો છે પણ સાઉથ ચાઈના સીમાં પણ ચીન પોતાનો દબદબો વધારવાનાં પ્રયત્ન કરી રહ્યુ છે.
ચીનને રોકવા માટે અમેરિકાએ કમર કસી લીધી છે. અમેરિકા પોતાના હજારો સૈનિકોને જાપાનથી લઈને ઓસ્ટ્રેલીયા સુધી ખડકી દેવાની તૈયારી કરી રહ્યું છે. આ તૈનાતી કર્યા બાદ અમેરિકન સેના વિશ્વમાં પોતાનો દબદબો વધારવા માંગે છે. બીજી તરફ બ્રિટન પણ પોતાના હજારો કમાન્ડોને સ્વેજ નહેર પાસે તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.
અમેરિકા જર્મનીમાં તૈનાત હજારો સૈનિકોને હવે એશિયા મોકલી રહ્યું છે. આ સૈનિકો ગુઆમ, હવાઈ, અલાસ્કા, જાપાન અને ઓસ્ટ્રેલીયામાં મોકલી રહ્યું છે. જર્મનીમાં અમેરિકા પોતાની સેનાને ૩૪, ૫૦૦થી ઘટાડીને ૨૫૦૦૦ કરી રહ્યું છે. બીજી તરફ ચીન પોતાની સેનાની શક્તિ પાછળ ખર્ચ વધારી રહ્યું છે. એક અનુમાન અનુસાર ચીન મિસાઈલની ક્ષમતા અને રડારને વધુ આધુનિક બનાવી રહ્યું છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ ચીનના ખતરાને પહોંચી વળવા માટે અમેરિકાથી નિકટ સંબંધ ધરાવતા બ્રિટને પણ એશિયા મોકલવા માંગે છે. સુએઝ નહેર પાસે સૈનિકો તૈનાત કરીને ચીન પર નજર રાખી શકાય છે.