Western Times News

Gujarati News

જાપાનનાં દાદી ૧૧૭ વર્ષ સાથે વિશ્વનાં સૌથી મોટાં જિવિત વ્યક્તિ

ટોક્યો, જાપાનનાં કેન તનાકા આ દુનિયાના સૌથી મોટી ઉંમરના જિવિત વ્યક્તિ બની ગયાં છે. કેન તનાકાની ઉંમર ૧૧૭ વર્ષ અને ૨૬૧ દિવસની છે. થોડા દિવસ પહેલાં સુધી આ રેકોર્ડ એક અન્ય જાપાની મહિલા નબી તાજિમાના નામે હતો. જેનું મૃત્યુ એપ્રિલ ૨૦૧૮માં ૧૧૭ વર્ષ અને ૨૬૦ દિવસની ઉંમરમાં થયું હતું. કેન તનાકા દક્ષિણ-પશ્ચિમી શહેર ફુકુઓકામાં એક નર્સિંગ હોમમાં રહે છે. સોડા અને ચોકલેટ ખાવાનાં શોખીન તનાકાનો જન્મ ૨ જાન્યુઆરી ૧૯૦૩એ ફુકુઓકા શહેરના પૂર્વ ભાગ વજીરોના ગામમાં થયો હતો. તેમણે કોકની બોટલ સાથે પોતાના આ રેકોર્ડનો જશ્ન મનાવ્યો હતો. આ તેમના પરિવારના સભ્યો દ્વારા તેમને આપવામાં આવી હતી. તેમના ૬૦ વર્ષીય પૌત્ર ઈજી તનાકાએ એક સમાચાર એજન્સીને જણાવ્યુ કે તેમની દાદીનું સ્વાસ્થ્ય સારું છે.

તેમણે જણાવ્યું કે કોરોના વાઈરસ મહામારીના કારણે પારિવારિક મુસાફરી પર પ્રતિબંધ છતાં દરરોજ પોતાના જીવનનો આનંદ લઈ રહી હતી. એક પરિવાર તરીકે અમે નવા રેકોર્ડ ખુશ અને ગર્વ અનુભવી રહ્યાં છીએ. ફુકુઓકાના મેયર સોઈચિરો તકાશિમાએ એક નિવેદન જારી કરીને તનાકા માટે પોતાનું સન્માન વ્યક્ત કર્યુ. જે મીજી, તાયશો, શોવા, હેઈસી અને રીવા યુગમાંથી પ્રત્યેકમાં રહી ચૂક્યા છે અને તેમના જીવનના વિવિધ અનુભવ છે. કથિત રીતે તેમણે તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.