Western Times News

Gujarati News

જાપાનની શાળાઓમાં છાત્રોને પોનિટેલ કરવા ઉપર પ્રતિબંધ

ટોક્યો, મહિલાઓ સામેના અપરાધમાં થઈ રહેલા વધારાએ પુરૂષો પર તો કોઈ પ્રતિબંધ ન મુક્યા પરંતુ મહિલાઓએ સમયાંતરે વિચિત્ર પ્રતિબંધો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને દરેક એવા કામ માટે અટકાવવામાં આવે છે જેમાં એવો જરા પણ અણસાર આવે કે, તેનાથી કોઈ પણ પ્રકારે ઉત્તેજનાનો ભાવ આવી શકે છે.

જાપાનની મોટા ભાગની શાળાઓમાં છોકરીઓ પર એવા એવા પ્રતિબંધો છે જે સાંભળીને તમે માથું પકડી લેશો. એક વિકસિત રાષ્ટ્ર આવું કઈ રીતે વિચારી શકે તેના પર વિશ્વાસ જ નથી આવતો. જાપાનમાં છોકરીઓ પર સિંગલ ચોટી કે પોનીટેલ બનાવીને શાળાએ જવા પર સખત પ્રતિબંધ છે. તેનું કારણ છે સુરક્ષાનો અભાવ. આ માટે એવો તર્ક આપવામાં આવે છે કે, છોકરીઓને પોનીટેલમાં જાેઈને છોકરાઓ ઉત્તેજિત થઈ શકે છે. આવા વાહિયાત તર્કનો વિરોધ પણ કરવામાં આવ્યો પરંતુ શાળાઓમાં પ્રતિબંધ ચાલુ જ છે. તે સિવાય પણ અનેક નિયમો છે જે ખૂબ વિચિત્ર છે.

વર્ષ ૨૦૨૦માં આ નિયમને લઈ ફુકુઓકા વિસ્તારની અનેક શાળાઓમાં સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું કે, પોનીટેલ લીધા બાદ છોકરીઓની ગરદન દેખાય છે જે પુરૂષોને યૌનરૂપે ઉત્તેજનાનો અનુભવ કરાવી શકે છે માટે પોનીટેલ પર પ્રતિબંધ રહેશે.

અન્ય એવા કેટલાય પ્રતિબંધો છે જેના માટે કોઈ નક્કર આધાર પણ નથી પરંતુ અપૂરતા વિરોધના કારણે છોકરીઓએ તે પ્રતિબંધોનું પાલન કરવું પડે છે. શાળાઓમાં બાળકોના મોજાંના રંગ, સ્કર્ટની લંબાઈ, અંડરવેરના સફેદ રંગ અને એટલે સુધી કે આઈબ્રોના આકારને પણ આકરા નિયમોમાં બાંધી દેવામાં આવ્યા છે. આ સાથે જ વાળનો રંગ પણ કાળા સિવાય અન્ય કોઈ ન રાખી શકાય તેવો નિયમ છે.

મધ્ય વિદ્યાલયના પૂર્વ શિક્ષક મોતોકી સુગિયામાએ ટિકટોકના માધ્યમથી આ નિયમોને શેર કર્યા હતા અને આવા બકવાસ નિયમો માટે કોઈ સ્પષ્ટતા નથી થઈ તેમ જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે આ નિયમોને બળજબરીથી લાગુ કરી દેવાયા છે. સાથે જ તેનું પાલન કરવા માટે સૌ કોઈ મજબૂર છે.

આ તમામ શિક્ષા નિયમો ૧૮૭૦ના દશકામાં બનાવવામાં આવ્યા હતા અને ત્યારથી તેમાં કોઈ ફેરફાર નથી કરાયો. કેટલીક ગણતરીની શાળાઓ જ અમુક નિયમોમાં થોડા ફેરફાર કરી શકી છે. આ નિયમોને બુરાકૂ કોસોકૂ કે ‘બ્લેક રૂલ્સ’ તરીકે ઓળખવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.