જાપાનમાં કોરોનાને કારણે કટોકટી, બ્રિટનમાં એક દિવસમાં ૫૫ હજાર કેસ
ટોકયો, દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો ૮.૪૮ કરોડને પાર કરી ગયો છે.જયારે મૃતકોની સંખ્યા પણ ૧૮.૪૨ લાખથી વધુ થઇ ગઇ છે.આ દરમિયાન જાપાનના પાટનગરમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે કટોકટી લાગુ કરી શકાય છે. ેબ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળ્યા બાદ દેશમાાં ગત ૨૪ કલાક દરમિયાન રેકોર્ડ ૫૫ હજારથી વધુ નવા મામલા સામે આવ્યા અને ૯૬૪ દર્દીઓના મોત થયા દેશમાં મહામારી શરૂ થયા બાદ પહેલીવાર એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં નવા મામલા મળ્યા છે