જાપાનમાં દાયકા બાદ સૌથી ભયાનક તોફાનમાં ૩૫ લોકોના મોત
ટોકિયો, જાપાનના પાટનગર ટોકિયો સહિત દેશના અન્ય ભાગોમાં ભયંકર તોફાન હેગીબિસના કારણે અત્યાર સુધી ઓછામાં ઓછા ૩૫ લોકોના મૃત્યુ થયા છે જયારે ૧૬ લોકો ગુમ છે.ભારે વરસાદને કારણે આવેલ પુરને કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે મોટા પાયા પર બચાવ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. શક્તિશા તોફાન હેગીબિસે દક્ષિણ પશ્ચિમમાં ઇઝુ પ્રાયદ્રીપ પર હસ્તક આપી હતી.આ દરમિયાન ભારતીય નૌસેનાએ જાપાનની મદદ માટે બે યુધ્ધ જહાજા મોકલ્યા છે.સુત્રોના જણાવ્યા અનુસાર શહાયદ્રી અને આઇએનએસ કિલ્તાન ભારે વરસાદ અને પુર પ્રભાવિત ક્ષેત્રોમાં સહાયતા પહોંચાડશે.
તોફાન આવ્યા બાદ દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે જેથી પુર અને જમીન ઘસી પડવાની ધટનાઓ બની છે.જેણે ટોકિયોને પોતાની ચપેટમાં લીધા બાદ ઉત્તર તરફ પુર વધી ગયું છે રિપોર્ટ અનુસાર આ આંધી તોફાનમાં ઓછામાં ઓછા ૩૫ લોકોના મોત નિપજયા છે ૧૬ લોકો ગુમ છે અને ૧૦૦થી વધુ ધાયલ છે હેગીબિસથી પ્રભાવિત થનાર લોકોની સંખ્યા વધી રહી છે. રાહત કાર્ય માટે ૩૧ હજાર સૈનિક અને એક લાખ બચાવ કર્માચારી રાત દિવસ કામ કરી રહ્યાં છે અને ફલાયેલા લોગોને હેલીકોપ્ટર થી સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવી રહ્યાં છે.
નાગાનો શહેર કટોકીટ સેવાના એક અધિકારી યાસુહિરો યામાગુચીએ કહ્યું કે રાત દિવસમાં અમે ૪૨૭ ઘરોને ખાલી કરાવ્યા અને ૧,૪૧૭ લોકોને કાઢવાના આદેશ જારી કર્યા તેમણે કહ્યું હતું કે એ સ્પષ્ટ નથી કે તેમાં કેટલા ઘર પ્રભાવિત થયા છે.અધિકારીઓએ ચેતવણી આપી કે જમીન ઘસી પડવાનો ખતરો હજુ પણ બનેલ છે પ્રશાસને ૭૩ લાખથી વધુ લોકોને સુરક્ષિત જગ્યા પર જવાની સલાહ આપી છે.જયારે તોફાનથી પ્રભાવિત વિસ્તારોમાં લગભગ ૩૭૬,૦૦૦ ઘરોન વિજળી પુરવઠો ચાલુ થઇ શકયો નથી તોફાન આવતા પહેલા તેના પ્રભાવને કારણે ભારે વરસાદ થયો રગ્બી વિશ્વકપની બે મેચો પણ રદ કરવામાં આવી છે.
તોફાનના કારણે જાપાની ગ્રૈંડ પ્રિકસમાં વિલંબ થયો તથા ભારે વરસાદના કારણે ૮૦૦થી વધુ ઉડયનો રદ કરવામાં આવી છે અને આ સાથે જ રેલ ટ્રાફિક પર પણ અસર પડી છે.જેએમએના હવામાન વિભાગના અધિકારી યાસુશી કાજીવારાએ જણાવ્યું હતું કે શહેરો કસ્બાઓ અને ગામડાઓમાં અભૂતપૂર્વ ભારે વરસાદ થઇ રહ્યો છે જેને કારણે ચેતવણી જારી કરવામાં આવી છે.તોફાનને કારણે ગલીઓ ખેતરો અને રહેણાંક વિસ્તારમાં ગંદુ પાણી વહેવવા લાગ્યું હતું અનેક જગ્યાએ પુરની સ્થિતિ ગંભીર બનેલ છે ઘરો અને આસપાસના મોર્ગો કીચડથી ભરાયેલા જાવા મળે છે.ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો જયારે જનજીવન પ્રભાવિત થયું છે.