જાપાનમાં નવા નિયંત્રણો જાહેરઃ બે-ત્રણ દિવસમાં રોજ દસથી પંદર હજાર કેસો નોંધાવાની શક્યતા

(એજન્સી) ટોકયો, યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે તેમની બીજી મુદતના આરંભે અફસોસનો સૂર આલાપતાં જણાવ્યું હતું કે પાંચ વર્ષ અગાઉ તેમણે કાર્યભાર સંભાળ્યો તે પછી પાંચ વર્ષમાં દુનિયાની હાલત કોરોના મહામારી, જળવાયુ પરિવર્તન કટોકટી અને નાનામોટાં યુદ્ધોને કારણે વધારે ખરાબ થઇ છે.
મેં જ્યારે પહેલી જાન્યુઆરી ૨૦૧૭માં પ્રથમ દિવસે પદભાર સંભાળ્યો ત્યારે જ શાંતિની અપીલ જારી કરી હતી. ગુટેરેસે જણાવ્યું હતું કે યુએનના મહામંત્રી તરીકે મારી પાસે કોઇ સત્તા નથી, અમે વગ વાપરી શકીએ, સમજાવી શકીએ, મધ્યસ્થી કરી શકીએ પણ મારી પાસે કોઇ સત્તા નથી.
આજે પણ વિવિધ દેશોના વડાઓ સાથે વાત કરીને આ કામ હું કરૂ છું. જાે કે, હાલ સળગતી સમસ્યા રશિયા યુક્રેઇન પર આક્રમણ કરશે કે નહીં તે મામલે તેમણે જણાવ્યું હતું કે હું નથી માનતો કે રશિયા યુક્રેઇન પર આક્રમણ કરે. હું આશા રાખું કે મારો વિશ્વાસ સાચો હોય.દરમ્યાન, યુએસમાં કોરોનાના નવા ૬,૪૪,૮૧૪ લાખ કેસો નોંધાયા હતા અને ૨૪૭૯ જણાના મોત થયા હતા.
દુનિયાના અડધો ડઝન દેશોમાં કોરોનાના નવા પચાસ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા. જેમાં જર્મનીમાં ૭૮,૨૫૦ કેસો, બેલ્જિયમમાં ૬૭,૪૪૮ કેસો, ઓસ્ટ્રેલિયામાં ૬૪,૫૨૦ કેસો, પોર્ટુગલમાં ૫૮,૫૩૦ કેસો , નેધરલેન્ડમાં ૫૭,૪૭૧ કેસો અને મેક્સિકોમાં ૫૦,૩૭૩ કેસો નોંધાયા હતા.દરમ્યાન જાપાનમાં ૪૪,૬૩૮ કેસો નોંધાયો હતો અને ૧૨ જણાના મોત થયા હતા. જાપાનમાં હવે કુલ સોળ વિસ્તારોમાં કોરોના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જે દેશનો એક તૃતિયાંશ હિસ્સો આવરી લે છે.
ટોકિયો અને અન્ય શહેરોમાં રેસ્ટોરાં અને બાર શુક્રવારથી વહેલા બંધ થશે.સરકારે કરેલી જાહેરાત અનુસાર જે રેસ્ટોરાં નવ વાગે બંધ કરવામાં આવશે અને દારૂ નહીં પીરસે તેને રોજ ૨૬૩ ડોલરનું અને આઠ વાગ્યે બંધ થનારા રેસ્ટોરાંઓને ૨૨૦ ડોલરનું સરકારી વળતર ચૂકવવામાં આવશે.
જાે કે મોટાભાગના રેસ્ટોરાઓએ દારૂ પીરસીને આઠ વાગે બંધ કરીને ઓછું વળતર મેળવવાનું પસંદ કર્યું છે. જાપાનના આરોગ્ય મંત્રાલયેે પાંચથી અગિયાર વર્ષના બાળકો માટે ફાઇઝરની કોરોના રસીને મંજૂરી આપી દીધી છે.
દરમ્યાન સિંગાપોરમાં બહુવિભાગીય ટાસ્ક ફોર્સના કો-ચેર ગાન કિમ યોંગે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે આગામી બે -ત્રણ દિવસમાં ઓમિક્રોનના કેસો બમણા થશે અને રોજના દસથી પંંદર હજાર કેસો દૈનિક ધોરણે નોંધાઇ શકે છે.સિંગાપોરમાં મોટાભાગના કર્મચારીઓને ઓમિક્રોનનો ચેપ લાગી શકે છે અને તેને કારણે દેશના કામ પર અસર પડી શકે છે. પાંચ દિવસમાં જાે ૭૫,૦૦૦ કર્મચારીઓને ચેપ લાગે તો દેશના નેવું ટકા કર્મચારીઓને અસર થઇ શકે છે.
દરમ્યાન ઓસ્ટ્રેલિયામાં આજે કોરોનાના કારણે સર્વાધિક દૈનિક ૮૦ જણાના મોત થયા હતા. અગાઉ દૈનિક ૭૮ જણાના મોત મંગળવારે નોંધાયા હતા. તેમાંથી માત્ર ન્યુ સાઉથ વેલ્શ રાજ્યમાં જ ૪૬ જણાના મોત થયા હતા.SSS