જાપાનમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે ૧૪ લોકોનાં મૃત્યું
નવીદિલ્હી, જાપાનમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ૧૪ લોકોના મૃત્યું થયા છે. આ પૂરની ઘટના દÂક્ષણી જાપાનમાં ઘટી છે. જાપાનના દક્ષિણમાં આવેલ ક્યૂશૂ દ્વીપ પર થયેલ મૂશળધાર વરસાદના કારણે થયેલ ભૂસ્ખલન અને પૂરના કારણે એક નર્સિંગ હોમમાં પાણી ઘૂસી ગયું જેના કારણે ઓછામાં ઓછા ૧૪ લોકોના મૃત્યું થયા છે. તંત્ર દ્વારા લાખો લોકોને પોતાનું ઘર ખાલી કરવા અંગે એલર્ટ કરવામાં આવ્યાં છે. અહીં કુમામોટો પ્રાંતમાં કુમા નદી સામાન્ય સ્તરથી ઉપર વહી રહી છે.
જાપાનના ક્યૂશુ દ્વપિ પર થઈ રહેલા સતત વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. જાપાનમાં ભારે વરસાદ બાદ પૂર આવતા અત્યાર સુધી ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. દ્વપિ પર ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ અનેક મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે.પૂરના કારણે સ્થાનિક તંત્રએ લાખો લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળે ખસવાની જરૂર પડી છે. પ્રધાનમંત્રી શિંઝો આબેએ સેનાના ૧૦ હજાર જવાનોને રાહત અને બચાવ કાર્ય માટે તૈયાનત કરી દીધા છે. કૂમા નદીનું જળસ્તર પણ ખતરાના નિશાનથી ઉપર પહોંચ્યું છે.
જાપાનના કુમામોટો અને કગોશિમા પ્રાંતમાં લાખો લોકો પ્રભાવિત થયા છે. હિટામોશી, યત્સુશિરો અને કુમામોટોના અનેક ગામડાઓમાં પૂરના કારણે લોકો ફસાયા હતા. જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પૂરના કારણે ૧૦ લોકો ગુમ થઈ ગયા છે. જેમની શોધખોળ ચાલી રહી છે.