જાપાનમાં ૭.૨ની તીવ્રતાનો ભૂકંપ; સુનામીનું એલર્ટ જાહેર
ટોકયો: જાપાનના સમુદ્ર કાંઠાથી નજીકના મિયાગ પ્રાંતમાં શનિવારે ૭.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. જાપાનના અનેક વિસ્તારોમાં સુનામીનું એલર્ટ પણ જાહેર કરાયું છે. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર પૂર્વી કાંઠાની પાસે ૬૦ કિલોમીટરની ઊંડાઈ જણાવવામાં આવી રહ્યું છે. જાપાનના હવામાન વિભાગે એક મીટર ઊંચે લહેર ઉઠશે તેવી ચેતવણી જાહેર કરી છે. ભૂકંપથી મિયાગીના અનેક વિસ્તારોમાં નુકસાન પહોંચ્યું છે. અહીં જાપાનના એક ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પણ છે, જે હાલ સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગત મહિને જાપાનના પૂર્વી સમુદ્ર કાંઠે ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે સમયે સુનામીની કોઈ જ ચેતવણી જાહેર કરાઈ ન હતી.
આ પહેલાં ૫ માર્ચે ન્યૂઝીલેન્ડના ઉત્તરી-પૂર્વી કાંઠે ૮.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે બાદ આ વિસ્તારમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું હતું. ભૂકંપ ઉત્તરી આઈસલેન્ડની પાસે કેરમાડેક દ્વીપ પર આવ્યો હતો. જાહેર થયેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું હતું કે કાંઠાના વિસ્તારો નજીક રહેતા લોકોએ તાત્કાલિક ઉંચાઈવાળી જગ્યાએ જતાં રહેવું જાેઈએ.
ફુકુશિમાની પાસે પ્રશાંત મહાસાગરમાં ૫૪ કિલોમીટરની ઊંડાઈએ આ ભૂકંપનું કેન્દ્ર હતું. મીડિયા રિપોર્ટ મુજબ ભૂકંપના કારણે ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટને કોઈ નુકસાન થયું છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી મળી નથી. જાે કે આ અંગેની તપાસ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ રાહતની વાત એ છે કે જાપાનના અન્ય ન્યૂક્લિયર પ્લાન્ટમાં કોઈ જ પ્રકારની નુકસાની થઈ હોય તેવી ફરિયાદ હજુ સુધી સામે નથી આવી.
જાપાન સરકાર ભૂકંપની લઈને એક ટાસ્ક ફોર્સનું ગઠન કરી રહી છે. શુક્રવારે રાત્રે ભારત સહિત ચાર દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઈકાલે તેનું કેન્દ્રબિંદુ તજાકિસ્તાન હતું. ભારતમાં ભૂકંપની તીવ્રતા ૬.૩ નોંધાઈ હતી. અફઘાનિસ્તાનમાં તેની તીવ્રતા ૭.૫ રેકોર્ડ થઈ હતી.હાલમાં જ ૧૧ માર્ચે જાપાનમાં આવેલા ભયાનક ભૂકંપ તેમજ સુનામીને એક દશકો પૂરો થયો છે. તે સમયે ભૂકંપના કારણે ૬થી ૧૦ મીટર ઊંચી સુનામીની લહેરોએ ઉત્પાત મચાવ્યો હતો. જાપાનના કાંઠાળા વિસ્તારોમાં મોટા પામે કહેર વરસાવતા તટથી ૧૦ કિલોમીટર અંદર સુધી તબાહી જાેવા મળી હતી. આ દુર્ઘટનામાં ૧૮ હજાર લોકોના મોત નિપજ્યા હતા.