જાપાન પણ આર્થિક મંદીની ઝપેટમાં જીડીપીમાં ૨૭.૮ ટકાનો ધટાડો
ટોકયો, બ્રિટન બાદ હવે જાપાન પણ કોરોના સંક્રમણના કારણે ખરાબ રીતે આર્થિક મંદીનો શિકાર બન્યુ છે.જાપાનની અર્થવ્યવસ્થા જ આ નાણાંકીય વર્ષમાં બીજીવાર લથડી પડી છે.એપ્રિલ જુન કવાટરમાં જાપાનની જીડીપીનો વાર્ષિક દર ૨૭.૮ ઘટયો છે જાપાનમાં ૧૯૮૦ના પછી જીડીપીમાં આ સૌથી મોટો ઘટાડો છે સ્થિતિ તેવી કથળી છે કે જાપાનમાં લોકોની પાસે મહામારીના કારણે ખર્ચા કરવા માટે પૈસા પણ નથી રહ્યાં.
જાપાનમાં આર્થિક ક્ષેત્રે સ્થિતિ વણસતા મેના અંતમાં જ લોકડાઉન હટાવવાની શરૂઆત કરી હતી જેથી ફરીથી અર્થવ્યવસ્થાને પટરી પર લાવી શકાય પણ અનેક નિષ્ણાંતોનું માનવું છે કે જુલાઇ સપ્ટેમ્બર કવાટરમાં લોકો કોરોના વાયરસના નવા કેસસામે આવતા સમજી વિચારીને વસ્તુઓ ખર્ચ કરતા થઇ ગયા હતાં જાપાનમાં આ ત્રીજીવાર અર્થવ્યવસ્થામાં ઘટાડો જાેવા મળ્યો છે અનુમાન લગાવાય છે કે જીડીપી ૨૭.૨ ટકા સુધી પડી છે તેવું પણ કહેવાય છે કે સરકારે જે ડેટા જાહેર કર્યા છે તેના કરતા સ્થિતિ વધુ ખરાબ છે.
એક રિપોર્ટ અનુસાર નોરિનચુકિન રિસર્ચ ઇન્સ્ટિટયુના મુખ્ય અર્થશાસ્ત્રી તાકેશી મીનામીએ જણાવ્યું કે આ મોટા ઘટાડાના કારણે ખર્ચ અને નિર્યાતની અછત છે આશા રાખુ છું કે જુલાઇ સપ્ટેમ્બર કવાટરમાં સકારત્મક પરિણામો જાેવા મળે વૈશ્વિક સ્તર પર ચીનને છોડીને દુનિયાના દરેક વિસ્તારોમાં અર્થવ્યવસ્થા ધીમી ગતિએ પાછી ફરી રહી છે.આ કવાટર ૮.૨ ટકા ધટાડો જાેવા મળ્યો છે લોકડાઉનના કારણે લોકો ઘરમાં જ હતાં અને ખર્ચો ઓછો થયો છે મહામારીની અસર ઓછી કરવા માટે જાપાનને મોટા પાયે રાજકોષીય અને મૌદ્રિક પેકેજ જાહેર કર્યું છે જાપાનની અર્થવ્યવસ્થા પહેલાથી જ સેલ્સ ટેકસમાં વૃધ્ધિ અને અમેરિકા ચીનની વચ્ચે વેપાર યુધ્ધની અસર સહન કરી રહી છે.
જાણકારોએ અનુમાન લગાવ્યું છે કે વ્યક્તિગત ખપતમાં ૭.૧ ટકાનો ધટાડો નોંધાવી શકે છે આ ઘટાડો આનાથી વધુ રહી અને તે અત્યાર સુધીના રેકોર્ડમાં સૌથી વધુ રહી ત્યાં જ પુજીગત વ્યયમાં ૧.૫ ટકાનો ધટાડો આવ્યો જયારે અનુમાન ૪.૨ ટકાના ઘટાડાનો લગાવવામાં આવતો હતો બહારી માંગ અને આયાતની વચ્ચે પણ અંતર ઓછું થયું છે આજ કારણે જાપાનમાં જીડીપીમાં ૩ ટકાનો ઘટાડો આવ્યો છે.HS