જાપાન ભારતના સૌથી વિશ્વસનીય મિત્રોમાંથી એક : મોદી
વારાણસી: વડાપ્રઘાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં બીએચયુમાં બટન દબાવીને ૧૫૮૩ કરોડની ૨૮૦ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. ત્યારબાદ લોકોને સંબોધન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જાપાનના મારા મિત્ર શિજાે આબેજી એવા વ્યક્તિ છે જેમનું નામ ભૂલી શકાય નહીં. અત્રે જણાવવાનું કે શિંજાે આબે જ્યારે જાપાનના પ્રધાનમંત્રી હતા ત્યારે વારાણસી આવ્યા હતા અને ત્યારે આ સેન્ટરનો પાયો નખાયો હતો. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે શિંજાે આબે પ્રધાનમંત્રી તરીકે કાશી આવ્યા હતા ત્યારે રૂદ્રાક્ષના આઈડિયા પર લાંબી ચર્ચા થઈ હતી. તેમણે તરત જ તેમના અધિકારીઓને કામ કરવાનું કહ્યું. જાપાનના લોકોએ પરફેક્શન સાથે કામ શરૂ કરી દીધુ હતું.
પીએમ મોદીએ કહ્યું કે આ ઈમારતમાં જાપાન-ભારતની મિત્રતા કનેક્ટ છે અને ભવિષ્ય માટે અનેક સ્કોપ પણ છે. થોડા દિવસ પહેલા ગુજરાતમાં જાપાનના જેન ગાર્ડનની શરૂઆત થઈ છે. પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે ભલે સ્ટ્રેટેજિક એરિયા હોય કે ઈકોનોમિક એરિયા, જાપાન આજે ભારતના સૌથી વિશ્વસનીય મિત્રોમાંથી એક છે.
અમારી મિત્રતાને આ સમગ્ર ક્ષેત્રની સૌથી માંથી એક ગણવામાં આવે છે. ભારત અને જાપાનની સોચ છે કે આપણો વિકાસ આપણા ઉલ્લાસ સાથે જાેડાયેલો હોવો જાેઈએ. આ વિકાસ સર્વમુખી હોવો જાેઈએ. બધા માટે હોવો જાેઈએ અને બધાને જાેડનારો હોવો જાેઈએ.
વડાપ્રધાને રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું પણ ઉદ્ધાટન કર્યું. ભારત અને જાપાનની વર્ષો જૂની મિત્રતાના પ્રતિક સમાન આ આંતરરાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટરને વારાણસીના સિગરામાં ૧૮૬ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.