જામજાેધપુર માર્કેટમાં પડેલો હજારો ટન મગફળીનો માલ પલળી ગયો
ચેતવ્યા હોવા છતાં માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં માલ રાખવામાં આવતા સત્તાધીશોના વહીવટ પર સવાલોનો વરસાદ થઈ રહ્યો છે
જામ જાેધપુર, ગુજરાતમાં ૫ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે પણ જામનગરના જામ જાેધપુર માર્કેટયાર્ડના સત્તાધીશોએ આ આગાહીને અવગણી છે. જામ જાેધપુર માર્કેટ પડેલો હજારો ટન મગફળીનો માલ પલડી ગયો છે.હવામાન ખાતાએ આગાઉથી ચેતવ્યા હોવા છતાં પણ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં માલ રાખવામાં આવતા સત્તાધીશોના વહીવટ પર સવાલોનો વરસાદ થઈ રહ્યો છે.
ગુજરાતીએ જામ જાેધપુર માર્કેટયાર્ડના સત્તાધીશોના કાન મરોડયા છે. ચેરમેન બ્રિજરાજ સિંહ જાડેજાને સમગ્ર લાપરવાહી બાબતે સવાલ કરાતા તેઓએ પોતાના વહીવટનો લૂલો બચાવ કર્યો છે. તેમજ ખેડૂતોને કોઈ જ નુકસાન ન ગયું હોવા તેવો દાવો પણ કર્યો છે.
ચેરમેને વીટીવી સમક્ષ કહ્યું કે અમે ખેડૂતોને વિનંતી પણ કરી રહ્યા છીએ કે માલ જેમ મંગાવવામાં આવે તે હિસાબે જ આવે, પણ જરૂરિયાત કરતાં વધારે ખેડૂતો માલ લઈને આવે છે તેથી ગોડાઉન પણ ભરાઈ ગયા છે. ખેડૂતો માલ લઈને આવે તો પાછા મોકલતા નથી એટલે વરસાદી વાતાવરણ હોવા છતાં ખેડૂતો પાસેથી માર્કેટયાર્ડ માલ ખરીદ્યો હતો.
જે ગોડાઉનમાં ગોઠવવાની તૈયારી પણ કરી હતી પણ અચાનક જ વરસાદ ખૂબનો આવી પડતાં માલ પલડી ગયો, એમાં કોઈ શું કરે? નુકસાન ખેડૂતોને પડ્યું નથી પણ વેપારીએ હરાજી કરી માલ લઈ લીધો છે.SS3KP