જામતારાની ગેંગના વધુ બે શખ્સોને ઝડપી પાડતી સાયબર ક્રાઈમ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/01-16.jpg)
Files Photo
બંને શખ્સો વાઉચરોને નાણાંમાં રૂપાંતરીત કરવા વચેટીયાની ભુમિકામાં હતા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના વકીલ સાથે છેતરપીંડી આચરીને દસ લાખથી વધુની રકમ પડાવી લેનાર જામતારા, ઝારખંડની ગેંગને શહેર સાયબર ક્રાઈમ પોલીસ ઝડપીને લઈ આવી હતી. આ ગુનામાં સાયબર ક્રાઈમે વધુ બે શખ્સોની અટક કરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરમાં બલ્ક મેસેજાે કરીને કેવાયસી અપડેટ કરવા કે ક્રેડીટ કાર્ડના પોઈન્ટ રીડીમ કરવાના બહાને ઓનલાઈન છેતરપીંડી આચરતી ગેંગો સક્રીય છે
કેટલાક દિવસ અગાઉ શહેરના એક વકીલ સાથે આવો જ બનાવ બન્યા બાદ સાયબર ક્રાઈમની ટીમો બનાવીને ઝારખંડ મોકલવામાં આવી હતી જયાંથી એક ગેંગને ઝડપી લેવામાં આવી હતી
પોલીસે આ જ ગુના સંદર્ભે વધુ બે શખ્સો અજય સીતારામ મંડલ (ઝારખંડ) તથા કુંદનકુમાર કેહર મંડળને ઝડપી લેવામાં આવ્યા છે.
પુછપરછમાં બહાર આવ્યું છે કે છેતરપીંડી કર્યા બાદ એમેઝોનના ગીફટ વાઉચરનું નાણાંમાં રૂપાંતર કરવા માટે મુખ્ય સુત્રધાર ગોવિંદ મંડલ તથા તેના મળતિયા અજય તથા કુંદનને મોકલી આપતો હતો અને આ બંને તે વાઉચરો આગળ મોકલતાં હતાં.