જામનગરના અસામાજિક તત્વો પર પોલીસની તવાઈ, ૨૦ વાહનો ડીટેઈન કરાયા અને ૧૦ લોકોને દંડ
જામનગર,જામનગરમાં અસામાજિક તત્વો પર પોલીસે તવાઈ બોલાવી હતી. હવે જામનગરમાં મોડી રાત સુધી લટાર મારનારાઓની ખૈર નથી. મોટા અવાજે કારમાં ટેપ વગાડવા, નંબર પ્લેટ વગરની અને ફેન્સી નબર પ્લેટ વાળી ગાડી, કાળા કાંચ વાળી ગાડી વગેરે વાહનો રોકીને ડીટેઇન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. થોડા સમય અગાઉ શહેરી વિસ્તારમાં દાદાગીરી કરવી, લોકોને ધમકાવવા અને મારામારી વગેરે જેવા બનાવો વધવા લાગ્યા હતા.
પોલીસે આવા આવારા તત્વો સામે કાયદાનો ડંડો ઉગામવાની શરૂઆત કરી છે. સીટી એ ડિવિઝન વિસ્તારમાં ૧૨ વાહનોને ડીટેઈન કરાયા અને પાંચ લોકો વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી કરાઈ છે. સીટી બી ડિવિઝન વિસ્તારમાં ૫ વાહનો ડીટેઈન કરાયા અને ૫ લોકો વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી થઈ છે. સીટી સી ડિવિઝન વિસ્તારમાં ૦૩ વાહનો ડીટેઈન કરાયા અને કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. એમ જામનગરમાં કુલ ૨૦ વાહનો ડીટેઇન કરાયા છે અને ૧૦ લોકોને દંડાત્મક કાર્યવાહી કરી આવા અસામાજિક તત્વો સામે જામનગર પોલીસે લાલ આંખ કરી હતી.HS3KP