Western Times News

Gujarati News

જામનગરના જાેડિયામાં બે કલાકમાં ૫ ઈંચ વરસાદ

File

જામનગર, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ત્યારે હાલ ગુજરાતમાં મેહુલિયો ધોધમાર વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૩૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

રાજ્યના ૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરમાં ફરી વરસાદે તોબા પોકારી છે. સવારના બે કલાક દરમિયાન જ જામનગરના જાેડિયામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. નવસારીના ગણદેવીમાં પણ સવારે બે કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં બે કલાકમાં ૧.૫ ઈંચ વરસાદ પડ્યો છે. સવારે બે કલાકમાં નવસારી તાલુકામાં પણ ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યના ૧૦ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ૩૩ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં મોડી રાતથી મેઘમહેર યથાવત છે. નવસારી તેમજ વિજલપોરના માર્ગો પર પાણી ભરાયા છે. તો સુરત શહેર અને ગ્રામ્યમાં ફરી એકવાર મેઘમેહર થઈ છે. મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સુરત શહેરને પાણીથી તરબોળ કર્યું છે.

સુરતના લસકાણા, કામરેજ, પલસાણા અને કડોદરા સહિતના પંથકમાં વરસાદી માહોલ છે. સુરત જિલ્લાના પલસાણા પંથકમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત-કડોદરા રાજ્ય ધોરીમાર્ગ ઉપર પાણી ભરાયા છે. તો નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. સુરત શહેરમાં પણ છેલ્લા ૮ કલાકથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. લિંબાયત-ઉધના ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. કેટલીક સોસાયટીમાં પણ પાણી ભરાયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.