જામનગરના ભૂમાફિયાની આઠ કરોડની મિલકત પોલીસે જપ્ત કરી

જામનગર, જામનગરના ભૂમાફિયા જયેશ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. જામનગર પોલીસની દરખાસ્ત બાદ રાજય સરકાર તરફથી મંજૂરી મળતા પોલીસે જયેશ પટેલની ૮ કરોડની મિલ્કત જપ્ત કરી છે. આ મિલ્કત ખંડણી સ્વરુપે મેળવી જયેશ પટેલે પોતાના સાગરિતોના નામે કરી નાખી હોવાનો ખુલાસો થયો છે.
જામનગરમાં જિલ્લા પોલીસ વડા એસ.પી. પાંડેયે જણાવેલ હતુ ંકે ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ટોળકી દ્વારા ઓર્ગેનાઈઝડ ક્રાઈમ થકી અનેક લોકો સાથે છેતરપિંડી કરી અને ધાકધમકી આપી મિલકત પડાવી લેવાનો ધંધો અપનાવ્યો હતો. જયેશ પટેલ અને તેની ટોળકી દ્વારા હડપ કરવામાં આવેલી મિલકતોની ઓળખ કરી તેની યાદી બનાવી રાજય સરકારને કબજે કરવા માટે મંજૂરી માટે મોકલવામાં આવેલ હતી.
જે બાબતે રાજય સરકાર દ્વારા મિલકત કબજે લેવા માટે મંજૂરી આપી દેવામાં આવતા અંદાજે ૮ કરોડની મિલકત જપ્ત કરવામાં આવી છે. જાેકે આની સાથોસાથ જે તે પ્રોજેકટના પ્લોટ કબ્જે લેવાયા છે તેમાં અન્ય જે લોકોના રોકાણો છે તેઓની મિલ્કતને ટાંચમાં લેવામાં આવશે નહી.
આ સિવાય પણ અન્ય વધુ મિલકતોની પણ ઓળખ કરી અને તેની યાદી સરકારને મોકલવામાં આવશે અને તેવી મિલકત તો પણ જપ્ત કરવામાં આવશે જેથી કરી આવા ગુનેગારોને આર્થિક રીતે તોડી પાડવાથી ઓર્ગેનાઈઝડ ક્રાઈમ અટકાવી શકાય. જાેકે હાલમાં જયેશ પટેલ લંડનની જેલમાં છે અને તેને ભારત લાવવા માટેના જે પણ ઘટતા પેપર હતા તે મોકલી આપવામાં આવેલા છે અને વહેલામં વહેલી તકે તેને ભારત લાવવા માટેની કાર્યવાહી ચાલુ છે.