જામનગરના મનિષા બાબરીયા સૌથી નાની વયના ભાજપના ઉમેદવાર
ભાજપે જામનગરમાં મનીષા બાબરીયાને જંગમાં ઉતાર્યાં
જામનગર, જામનગરમાં વોર્ડ નંબર ૧ અતિ પછાત અને વિકાસ વિહોણો વોર્ડ છે. જાેકે ભાજપે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૬૪ ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં જામનગર સહિત ગુજરાતભરમાં સૌથી નાની વયના ઉમેદવાર મનિષા બાબરીયાને ટિકિટ આપવામાં આવી છે. મનિષા અનિલભાઈ બાબરીયા માત્ર ૨૧ વર્ષના છે અને તે વોર્ડ નંબર ૧માંથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સામાન્ય પરિવારમાંથી આવતા મનિષાબેને સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું છે.
તો સાથે જ તેમણે આજની નવી પેઢીને પણ એક મેસેજ આપ્યો છે કે, યુવાનોએ પણ હવે રાજકારણમાં વધુ સક્રિય થવું જાેઈએ. તેમણે કહ્યું કે, યુવાઓ હંમેશા રાજકારણથી દૂર રહે છે. પરંતુ સારી રાજનીતિ અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે યુવાઓએ આગળ આવવુ જાેઈએ. યુવા ડોક્ટર કે એન્જિનિયર બને છે. પણ હવે સમય આવી ગયો કે યુવાઓમાં રાજકારણમાં આવવુ જરૂરી છે.
મનીષાએ જણાવ્યું કે, હું બીકોમ સુધી ભણી છું. મને પીએમ નરેન્દ્ર મોદીના બેટી બચાવો, બેટી પઢાવોના નારા પ્રત્યે પહેલેથી જ આકર્ષણ હતું. હું માનું છે કે, યુવાઓ જાે અલગ અલગ સેક્ટરમાં જાય છે, તો પોલિટિક્સમાં કેમ નહિ. રાજકારણ મારો ગમતો વિષય હતો. તેથી મેં આ ક્ષેત્રમાં આવવવાનું નક્કી કર્યું. મારા દાદા સામાજિક પ્રવૃત્તિઓ કરે છે, તેથી હું નાનપણથી મારા દાદા સાથે સામાજિક પ્રવૃત્તિઓ કરવા જતી હતી. ત્યાંથી મને રાજકારણમાં આવવા પ્રેરણા મળી.
બાકી મારા પરિવારમાં દૂર દૂર સુધી કોઈ રાજકારણમા નથી. વધુમાં મનીષાએ કહ્યું કે, જામનગરમાં અમારો વોર્ડ નંબર ૧ અતિપછાત વિસ્તારમાં આવે છે. ગત ટર્મમાં કોંગ્રેસના નગરસેવકો દ્વારા અહીં વિકાસના હજુ સુધી એક પણ કામ કરવામાં આવ્યા નથી.
ભાજપની પેનલ વિજેતા થશે તો વોર્ડ નંબર ૧ માં તમામ વિકાસની સુવિધાઓ ઉભી કરવામાં આવશે અને લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે, તેમજ ગટરની યોગ્ય વ્યવસ્થા તેમજ રોડ રસ્તા પર વ્યવસ્થિત બનાવવા સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે સમગ્ર વોર્ડના તમામ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ સાથે વિકાસ કરવામાં આવશે. તો તેના પિતા અનિલભાઈએ કહ્યું કે, નાની વયે મારી દીકરીને ટિકિટ આપી તેથી ભાજપનો આભારી છું. યુવાનોએ પ્રોત્સાહિત કરવા ટિકિટ આપી છે. મારા પરિવારમાં અમે નોકરિયાત છે, સામાન્ય પરિવારને ટિકિટ આપી છે.