જામનગરના મોટી ગોપ ગામમાં ૩૧ માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Lockdown-2.jpg)
Files Photo
જામનગર: જામનગર જિલ્લામાંં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે જામજાેધપુર તાલુકાના મોટી ગોપ ગામે આજથી ૩૧ માર્ચ સુુધી સ્વેચ્છીક લોકડાઉનનો ર્નિણય લેવાયો છે. જામનગર જિલ્લામાંં ચૂંટણી બાદ ધીમેેેે ધીમે કોરોના પોઝિટિવના કેસોમાં વધારો આવી રહ્યો છે. ત્યારેેે જામજાેધપુર તાલુકાના મોટી ગોપ ગાામમાં હાલ ૧૧ જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા ઉહાપોહ મચી ગયો છેે. ગ્રામ પંચાયત દ્વારા આજથી આગામી ૩૧ માર્ચ સુધી સ્વેચ્છિક લોકડાઉનનો ર્નિણય લેવાયો છે.
મોટી ગોપ ગ્રામ પંચાયતના સરપંચના ર્નિણય બાાદ આજે સવારથી જ મોટી ગોપની બજારો સૂમસામ જાેવા મળી હતી. કોરોનાની મહામારી ન ફેલાય તે માટે લોકો ગામમાંં અવરજવર ન કરે તો કોરોનાની ચેઇન તૂટે અને કોરોના સંક્રમણ વધુ ફેલાતું અટકે તે માટે લોકડાઉન જરૂરી હોવાનું માની ગામનાાા મહિલા સરપંચ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન અંગેની જાહેરાત કરાઇ હતી.
આ જાહેરાત મુજબ આજ સવારથી જ પ્રથમ દિવસેે ગ્રામજનોએ પણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેવાયેલ સ્વેચ્છિક લોકડાઉનના ર્નિણયને આવકારી કોરોનાની મહામારી માં રોગચાળો વધુ ન ફેલાય તેે હેતુથી લોકડાઉન માટે સહયોગ આપી સવારથી જ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. ત્યારે જામનગર જિલ્લાના જામજાેધપુર તાલુકામાં આવેલા મોટી ગોપ ગામમાં સ્વેચ્છિક લોકડાઉન આજથી અમલી બન્યું છે.
એક તરફ રાજ્યમાં કોરોનાની મહામારીમાં પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે રાજ્ય સરકાર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો કડક બનાવી લોકોને સાવચેતી માટે અપીલ કરી રહી છે અને હાલ રાજ્યમાં કોઈપણ લોકડાઉનનો ર્નિણય લેવા અંગે રાજ્ય સરકાર દ્વારા વિધિવત મુખ્યમંત્રી દ્વારા હવે કોઈ લોકડાઉન નહીં લાદવામાં આવે તેવી વાત કરવામાં આવી રહી છે.
ત્યારે જ ચૂંટણી બાદ જે પ્રકારે કોરોનાની સ્થિતિ વણસી છે તેવા સમયે જામનગર જિલ્લાના જામજાેધપુર તાલુકામાં આવેલા મોટી ગોપ ગામના સરપંચે ગ્રામજનોના હિત માટે કોરોના ની પરિસ્થિતિમાં ૧૧ જેટલા પોઝિટિવ કેસ આવતા સ્વેચ્છિક લોક ડાઉનલોડ ર્નિણય લઇ પાંચ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લાદી દીધું છે અને તેનો અમલ પણ કરાય છે.