Western Times News

Gujarati News

જામનગરની જાણીતી દિગ્જામ મિલનું ભરૂચના ઝગડિયામાં સ્થળાંતર કરાશે

જામનગર, જામનગરની એક સમયની ખૂબ જ જાણીતી અને જેના વૂલન ઉત્પાદનો દેશ વિદેશમાં પ્રખ્યાત હતા તે દિગ્જામ મીલનું ભરૂચના ઝગડીયામાં સ્થળાંતર કરવાની કાર્યવાહી દિગ્જામ લિમિટેડ કંપની દ્વારા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.
બિન સત્તાવાર રીતે પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીના જનરલ મેનેજર (પી એન્ડ એ) અજીતકુમાર શ્રીવાસ્તવે ફેકટરી મેનેજર વી.પી. (વર્કસ) આર.કે.તિવારીએ કંપનીના કર્મચારીઓ, કામદારો માટે સુચનો નોટીસ બહાર પાડી છે.

આ સૂચના નોટીસમાં જણાવાયું છે કે કંપનીના બધા જ કામદારો અને કમ્ર્ચારીઓને સૂચિત કરવામાં આવે છે કે કંપની દ્વારા એક નોટીસ તા.ર૮.૪.ર૦ર૧ના રોજ આપવામાં આવી હતી જેના સંદર્ભમાં આ સુચના આપવામાં આવે છે કે મેનેજમેન્ટ દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા કર્યા પછી કંપનીની ઉત્પાદકતા,

વ્યવસ્થાપન અને વહીવટને વધુ સારી રીતે ચલાવવા માટે દિગ્જામ મીલની બધી જ પ્રવૃતિઓ અને પ્રક્રિયાઓનું સંચાલન જામનગરથી ઝગડિયા જિલ્લો ભરૂચ ખાતે સ્થળાંતર કરવામાં આવશે જેની આગળની પ્રક્રિયા નીકટના ભવિષ્યમાં શરૂ કરી દેવામાં આવશે જેમાં મશીનોનું ટ્રાન્સફર અને કામદારો તથા કર્મચારીઓનું ટ્રાન્સફર પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે તા.ર૪.૪.ર૦ર૧ અને આજ નોટીસ દ્વારા આગોતરી સુચના આપવામાં આવી રહી છે જામનગરમાં વર્ષોથી દિગ્જામ મીલ મોખરાનું સ્થાન વર્ષો તે બંધ પડી ગઈ હતી. તાજેતરના વર્ષોમાં તે ફરીથી કાર્યરત થવાની જાહેરાત થઈ હતી પરંતુ હવે ફરીથી જામનગરમાંથી તેનું સ્થળાંતર કરવાની હિલચાલ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.