જામનગરની નિરાધાર બાળકીને અમેરિકાના માતા-પિતા મળ્યા
જામનગર, કહેવાય છે કે વ્યક્તિ જન્મ ભલે કોઈ પણ કુટુંબમાં લે પરંતુ તેનું નસીબ તેને પળવારમાં રંકમાંથી રાજા અને અમીરમાંથી ગરીબ બનાવી દે છે. કોને ખબર હતી કે ત્યજી દેવાયેલી જામનગરની ચાર વર્ષની રંજના એક દિવસ અમેરિકા જઇને વસવાટ કરશે અને તે અમેરિકાની એલીરૂથ બની જશે. જામનગરમાં સ્ત્રી વિકાસ ગૃહમાં રહેતી રંજનાને અમેરિકામાં રહેતા એક દંપતિએ દતક લીધી છે.
તેઓ સાત સમુંદર પાર કરીને પોતાની એલીરૂથને લેવા માટે જામનગર આવ્યા છે. દત્તક લેવાની કાર્યવાહી ખુબ જ જટીલ અને લાંબી હોય છે પરંતુ અમેરિકાના આ દંપતિએ દઢ નિશ્ચય કરી ખુબ જ મહેનત કરી જામનગરની રંજનાને દતક લીધી છે. સાસંદ પૂનમબેન માડમના હસ્તેથી રનાને તેમના નવા માતાપિતાને દતક સોંપવામાં આવી હતી.
અમેરિકન માતાપિતાએ રનાનું નામ એલીરૂથ રાખ્યું છે અને તેઓ ખુબ જ ઉત્સુક પણ હતા. અમેરિકામાં રહેતા જસ્ટી અને ટોરીએ જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં રહેતી બાળકીને દતક લેવાનો ર્નિણય કર્યો છે. આ માટે તેઓએ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.
જસ્ટીને જણાવ્યું કે તેમના ત્રણ સંતાનો છે તથા એલિરૂથ તેમનું ચોથું સંતાન હશે. તેઓએ વધુમાં જણાવ્યું કે તેઓ ભારતીય સંસ્કૃતિથી ખુબ જ પ્રભાવિત હતા અને તેઓ ભારતમાંથી જ દીકરી દતક લેવા માગતા હતા. જસ્ટીએ જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી દતક લેવાની કાર્યવાહી કરી રહ્યાં હતા. અમે એલિરૂથને દોઢ વર્ષ પહેલા મળ્યા હતા, જાે કે કોરોનાને કારણે રૂબરૂ મુલાકાત થઇ શકી ન હતી.
જામનગરની રના એટલે કે એલિરૂથને જ કેમ પસંદ કરી તેના પ્રશ્નના જવાબમાં જસ્ટીને જણાવ્યું કે તે ખુબ જ ખુશ મિજાજની છે, તે ખુબ જ રમતિયાળ સ્વભાવની છે. અમે તેના વીડિયો જાેયા જેમાં તે દરેક સમયે હસ્તા ચહેરામાં જ નજર આવતી હતી. અમે જ્યારે પહેલીવાર એલિરૂથને જાેઇ ત્યારથી અમારી વચ્ચે એક ક્નેક્શન બની ગયું હતું.
કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઇએ જણાવ્યું કે અમારી સંસ્થા છેલ્લા ૬૫ વર્ષથી નિરાધાર બાળકોના માતાપિતા બની આ સંસ્થા કામ કરે છે. રનાને દતક લેવા આવેલા અમેરિકન માતા-પિતા અમેરિકામાં બિઝનેસ કરે છે અને ખુબ જ સુખી સંપન્ન છે.
જ્યારથી તેઓ જામનગર આવ્યા છે ત્યારથી અમારી સંસ્થાની બહેનો તેની સાથે રહી તેમના વિશે જાણવાનો પ્રયાસ કર્યો જેમાં જાણવા મળ્યું કે જસ્ટીન અને ટોરી ખુબ જ પ્રેમાણ સ્વભાવના છે.
ઉલ્લેખનીય છે કે દતક લેવાની પ્રક્રિયા કેન્દ્રની હોય છે. કેન્દ્ર સરકારની સંસ્થા મારફતે જ દતક પ્રક્રિયા યોજાય છે. આ સંસ્થા દતક લેનાર માતા-પિતાની આર્થિક, સામાજિક તથા નાનામાં નાની વાતનું નિરિક્ષણ કરે છે ત્યારબાદ કોર્ટ જ્યારે આદેશ આપે ત્યારે બાળક દતક આપવામાં આવે છે.SSS