જામનગરમાંથી વન્ય પ્રાણીઓનો શિકાર કરતી હન્ટર ગેંગ ઝડપાઇ
જામનગર : શહેરમાંથી કાળિયાર હરણ નામના વન્ય પ્રાણીઓનો શિકાર કરી તેના ચામડાનો વેપાર કરતી ગેંગના ચાર મુસ્લિમ શખ્સો સહિત ૮ શખ્સોને જામનગર વનવિભાગ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. જામનગર વનવિભાગને વાઈલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો સંસ્થામાંથી મળેલી બાતમીના આધારે જામનગરમાં આવેલા હરિયા સ્કૂલ નજીકના વિસ્તારમાંથી વનવિભાગે બે શખ્સોને કાળિયાર હરણના નામનું સંરક્ષિત પ્રજાતિના પ્રાણીના ચામડા સાથે પાનેલી ગામના બે શખ્સોને ઝડપી પાડયા હતા.
વન વિભાગ દ્વારા આ જગ્યા પર રેડ કરી આ શખ્સોને રંગેહાથ ચામડા સાથે ઝડપી લીધા બાદ તેની અટકાયત કરી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન બંને શખ્સોએ વનવિભાગના અધિકારીઓ સામે પોપટ બની ગયા હતા અને ગેંગના બાકી લોકોના નામ જણાવી દીધા હતા.
જામનગરમાં કાળિયાર હરણ વન્ય પ્રાણીઓનો શિકાર કરતી હન્ટર ગેંગ ઝડપાઇ વન વિભાગ દ્વારા આ ઘટનાના અનુસંધાને દીપકભાઈ, જીતેશભાઈ, ઇબ્રાહીમ ભાઇ, નુરમામદ ઉર્ફે કારો ભુરાભાઈ, વીરાભાઇ, નુરમામદ મહમદ રફીક સહિતના આઠ શખ્સોને ઝડપી પાડયા હતા અને કોર્ટમાંથી આઠે શખ્સોના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. શખ્સો દ્વારા આ અગાઉ કેટલા વખત શિકાર કરવામાં આવ્યો છે અન્ય કેટલા હરણના ચામડા છે? કોને કોને વેચવામાં આવ્યા છે? કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું? વગેરે બાબતોએ વનવિભાગ તપાસ કરી રહ્યું છે.